Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ડભોઈના વેપારીના એકાઉન્ટનું કેવાયસી કરવાના બહાને ઓનલાઇન ઠગાઈ કરતા ભેજાબાજે અડધા લાખની રકમ ફેરવી લીધી

વડોદરા:ડભોઇના વેપારી સાથે પેટીએમ એકાઉન્ટ કેવાયસી કરાવવાના બહાને ઓનલાઇન ઠગાઇ કરતા ભેજાબાજોએ અડધા લાખની રકમ પડાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૃ કરી છે.

અંગેની વિગત એવી છે કે ડભોઇના જૈન વગામાં રહેતા સ્વપ્નેશ ઇન્દ્રવદન શાહ વાસણનો વેપાર કરે છે. તા. એપ્રિલના રોજ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવ્યું  હતું કે તમારુ પેટીએમ એકાઉન્ટ કેવાયસી કરાવો નહી તો તે બંધ થઇ જશે. મેસેજના પગલે સ્વપ્નેશ શાહે જે નંબર પરથી એસએમએસ આવ્યો તે નંબર પર સંપર્ક કરતા તે વ્યક્તિએ ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો બાદમાં પેટીએમ ઓપન કરાવી તેના વોલેટમાં એક રૃપિયો જમા કરાવશો એટલે પેટીએમ એકાઉન્ટ શરૃ થઇ જશે તેમ જણાવ્યું હતું.

(5:53 pm IST)