Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રિસાઈને પિયર ગયેલી પત્નીને તેડવા ગયેલ વડોદરાના જમાઈ સાથે સાસુને બોલાચાલી થતા ઉશ્કેરાયેલ જમાઈનો સાસુ પર હુમલો

વડોદરા:રિસાઇને પિયર જતી રહેલી પત્નીને તેડવા માટે સાસરે ગયેલા જમાઇને તેની સાસુ સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાઇને જમાઇએ સાસુને લાકડા વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતા

મકરપુરા વોલ્ટમ્પ કંપનીની પાછળ જયભોલેનગરમાં રહેતા મિથિલેશ  મહેશભાઇ શાહ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મિથિલેશની બહેન સુશાંતાના લગ્ન સુશાંત ગંગાધર શાહ (રહે. ગાયત્રીનગર માણેજા) સાથે થયા હતા. બંન્ને વચ્ચે તકરાર થતા સુશાંતા પતિનું ઘર છોડીને છેલ્લા ચાર દિવસથી ભાઇના ઘરે આવી ગઇ હતી

ગઇકાલે સવારે સુશાંત શાહ પત્નીને તેડવા માટે સાસરીમાં  આવ્યો હતો. તે સમયે સાસુ રૃચિદેવી જમાઇને ઝઘડો નહી કરવા માટે સમજાવતા હતા જેથી ઉશ્કેરાઇ ગયેલા જમાઇએ સાસુને ગાળો બોલી નજીકમાં પડેલુ લાકડુ ફટકારીને માથામાં, મોઢા પર તથા ડાબા હાથે ઇજા પહોંચાડી હતી.

(5:51 pm IST)