Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં બે આરોપીને કોરોના પોઝીટીવ આવતા હડકંપ

વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ સિટી પોલીસ મથકમાં સવારે એક સુરતના આરોપીને કોરોના રીપોર્ટ આવ્યા બાદ તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી આખું પોલીસ મથક સેનેટાઈઝ કરાયા બાદ બીજા મોબાઇલ ચોરીના આરોપીનો પણ કોરોના પોઝિટિવ આવતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ટેંશનનો માહોલ ઉભો થયો હતો અને ફરીથી આખું પોલીસ મથક સેનેટરાઈઝ કરવામાં આવે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

 વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 22 વર્ષીય આરોપી ગરીબ દેવીપુજક (રહે શ્રીરામ મહોલો) નો આજરોજ કોરોના પોઝિટિવ આવતા વલસાડ સીટી પોલીસ સ્ટેશનને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું.વલસાડ સિટી પોલીસ મથકમાં છેલ્લા બે દિવસમાં બે આરોપીઓના કોરોના પોઝિટિવ આવતા વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે.

(10:32 pm IST)