Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજ્યના ૧૧ સેવાવ્રતિઓને ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી

વ્યક્તિથી સમષ્ટિ, એકાંગી નહીં, સૌના સુખે સુખી થવું તે ભારતીય સંસ્કૃતિમાં નિહિત સેવાભાવનું દર્શન છે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્તિથી સમષ્ટિ, એકાંગી નહીં પણ સૌના સુખે સુખી, દુ:ખે દુ:ખીનો ભાવ તે ભારતીય સંસ્કૃતિમાં નિહિત થયેલ સેવાભાવ દર્શાવે છે તેમ જણાવ્યું છે.

 

   મુખ્યમંત્રીએ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાતમા ધરતીરત્ન એવોર્ડ સમારંભમાં ૧૧ સેવાવ્રતિઓનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું.
  
તેમણે કહ્યું કે, આજે સમાજમાં સેવાભાવ ઘટતો જાય છે ત્યારે સમાજના દિવ્યાંગ-વિકલાંગજનો અને જરૂરિયાતમંદ લોકો માટે નિ:સ્વાર્થ ભાવે સેવા કરી એવોર્ડ વિજેતાઓએ સમાજ માટે એક આદર્શ પ્રસ્તુત કર્યો છે.

   મુખ્યમંત્રીએ કહ્યું કે, યોગ્ય કામ, યોગ્ય વ્યક્તિ દ્વારા, યોગ્ય વ્યવસ્થા દ્વારા થાય તો પૈસાના અભાવને કારણે કોઈ કાર્ય અટકતું નથી. સમાજમાંથી સેવા કરવાવાળો હાથ મળી જતો હોય છે.તેમણે કહ્યું કે, દરિદ્રનારાયણની સેવા ઈશ્વરીય કાર્ય છે. ભારતીય સંસ્કૃતિમાં આવા પરમાર્થના કાર્યને ઈશ્વરીય કાર્ય તરીકે લેખાવવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારતીય સંસ્કૃતિ છે.આવા પર પીડાના સેવા કાર્ય દ્વારા મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે.

  મુખ્યમંત્રીએ  કહ્યું કે, બીજાનું દુ: જોઈને જેના હ્રદયમાં કરુણા જન્મે છે તેમાંથી સેવાભાવ પ્રગટ થતો હોય છે. આવો સેવાભાવ સાચો સેવાભાવ છે.

  તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિમાં અન્યોની પીડા સમજવાનો, તેમની સેવાનો ભાવ હોય છે પરંતુ આજની ફાસ્ટ લાઈફમાં વ્યસ્તતા વચ્ચે આવા કાર્યો થઈ શકતાં નથી. ત્યારે દયા, અનુકંપા, પ્રેમના ગુણોથી આજે એવોર્ડ મેળવનારા લોકોએ કાર્ય કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે, સમાજમાં પૈસા પ્રતિષ્ઠાની હોડ લાગી છે. પરંતુ વિધિની વક્રતા છે કે પૈસા અને પ્રતિષ્ઠા સાથે ચાલતા નથી. આજે થયેલું સન્માન સેવાભાવી લોકોનું નહીં પરંતુ સેવાકાર્યોનું સન્માન છે. આવા સેવાકાર્યોની સુવાસ અન્ય લોકોને પણ દરિદ્રનારાયણ, પીડિતો, શોષિતોની સેવા માટે પ્રેરણા ચોક્કસ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
   
ડૉ.કુમારપાળ દેસાઈએ કહ્યું કે, આશીર્વાદ ફાઉન્ડેશનની પ્રવૃત્તિનો વિસ્તાર થયો છે, તેની સાથે સમાજની સેવા કરનાર સેવાભાવીઓનું સન્માન થાય તે રૂડો અવસર છે. પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં સેવા માટે લંબાયેલ બે હાથ વધુ મહત્વના છે તે સેવાકર્મીઓએ સિદ્ધ કર્યું છે.
  
આશીર્વાદ ફાઉન્ડેશનના ચેરમેન આર.એસ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, એજ્યુકેશન ટ્રસ્ટ ૪૨ વર્ષની સેવા બાદ ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્ય કરી રહ્યું છે, તે બીજમાંથી વટવૃક્ષ સુધીની સફર છે. અમારું ટ્રસ્ટ રાજ્ય સરકારની સેવા સાથે જોડાઈને કાર્ય કરે છે. જ્યાં સુધી સેવા નથી પહોંચી ત્યાં અમારી સેવા સામાન્ય લોકોને પૂરી પાડીએ છીએ. રીડિંગ રૂમ, મેડિકલ કાઉન્સેલિંગ, મેડિકલ વાન, દવાની દુકાન, હોસ્પિટલની સેવા દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ધરતીરત્ન એવોર્ડ મેળવનાર ભદ્રાબેન સવાઈ અને રસિકલાલ રાવલે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

   ધરતીરત્ન એવોર્ડ વિતરણ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ વિદ્યૃત જોષી, રિટાયર્ડ જોષી, રિટાયર્ડ જસ્ટિસ જે.સી. ઉપાધ્યાય,કિરણભાઈ સી. પટેલ, કનુભાઈ પટેલ, પી. એસ. પટેલ સહિતના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધૃતિરત્ન એવોર્ડ મેળવનાર સેવાવ્રતીઓની નામાવલી

. સુભાષ આપ્ટેમંદબુદ્ધિના બાળકોની સેવા

. રસિકભાઈ રાવલસ્મશાન ઘાટ ઉભા કર્યા
. સુધીર મોદીરોગી, દુ:ખીઓની સેવા
. આશાબેન પટેલજરૂરિયાતમંદ લોકોને કાનુની સેવા સલાહ
. નિલેષ પંચાલમંદબુદ્ધિના બાળકોની સેવા
. લાલજી પ્રજાપતિપ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગોની સેવા
. કેશવભાઈ ગોરસ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર
. દેવેન્દ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીફૂટપાથ પરના દુ:ખીઓની સેવા
. ભદ્રાબેન સવાઈદુ:ષ્કાળ, આફતમાં સેવા
૧૦. રમિલાબેન ગાંધીગરીબ બાળકો માટે નિ:શુલ્ક છાત્રાલય
૧૧. પ્રિયવદન શાહચક્ષુદાન, દેહદાન માટે લોકોને સમજાવવા-પ્રેરણા આપવી

 

(11:07 pm IST)