Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અમદાવાદના બહેરામપુરામાં પોલીસે બાતમીના આધારે અખાદ્ય લાયસન્સ ન હોવાના કારણે પાંચ એકમો સીલ કર્યા

અમદાવાદ:શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મોટી માત્રામાં મચ્છરોના બ્રિડીંગ મળી આવતા રિશભ ટેક્સટાઇલ યુનિટને મ્યુનિ.તંત્ર દ્વારા સીલ કરાયું હતું. તેમજ બેરલ માર્કેટ નવી વસ્તીમાં ઇલાબેન એસ્ટેટ, સિટીઝન નગરની પાછળ અને ડમ્પ સાઇટ પાસે આવેલા એકમો પાસે અખાદ્ય લાયસન્સ હોવાથી કુલ પાંચ એકમોને પણ સીલ કરી દેવાયા હતા.

ફારૂખ હારૂન મેમણ, મેટલ કટીંગ, બેરલ કાપીને પતરા બનાવવાનં કામ કરતા એકમ, ગુજરાત ટેક્ષટાઇલ્સ હેન્ડ બ્લોક સ્ક્રીન પ્રિન્ટીંગ, રહીમ બિલાલ મેમણના પ્લાસ્ટીક ગ્રાઇન્ડીંગનું કામ, વારીશ મેટલ મેટલ વર્ક અને રમજાની યાકુબ પુરાવાલાના હેન્ડ બ્લોક સ્ક્રીન પ્રિન્ટીંગ સહિતના એકમોને અખાદ્ય લાયસન્સ હોવાના કારણો સીલ કરાયા હતા.

(5:25 pm IST)