Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અમદાવાદની એલ.ડી.આર્ટસ કોલેજમાં અસામાજિકોએ ધમાલ મચાવીઃ વિદ્યાર્થીઓ અધ્યાપકોને માર માર્યો

કોલેજની કેબિનમાં તોડફોડ : અધ્યાપકો વચ્ચે પડતા તેને પણ માર્યા

રાજકોટઃ  અમદાવાદની એલ.ડી.આર્ટસ કોલેજમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. લુખ્ખા તત્વોએ કોલેજમાં જઇને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને માર માર્યો હતો.

 એવું કહેવાય છે કે દારૂ પીને આવેલા વિદ્યાર્થીએ ધમાલ મચાવી હતી. કોલેજની કેબીન તોડીને વિદ્યાર્થીનીને પણ માર માર્યો હતો. જો કે અધ્યાપકો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે કોલેજમાં ઘુસી મારમારવામાં આવતા વિદ્યાર્થીની સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા થયા છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.

(1:19 pm IST)