Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

નવસારીમાં વરસાદનું જોર ઘટ્યું : અંબિકા નદીમાં પૂરની સ્થિતિ યથાવત : બીલીમોરા પાસે ભયજનક સપાટીએ

નવસારીમાં આજ સવારથી વરસાદનું જોર ઘટ્યુ છે. પરંતુ અંબિકા નદીમાં હજુ પુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બિલિમોરા પાસે અંબિકા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. અંબિકા નદીનું જળસ્તર 20.93 ફૂટ નોંધાયુ છે. જોકે પૂર્ણા નદીનું જળસ્તર ઘટના તંત્રને હાશકારો થયો છે. પૂર્ણા નદીમાં જળસ્તરે 16.15 ફૂટ નોંધાયુ છે.તો કાવેરી નદીનું જળસ્તર 12.5 ફૂટ પર પહોંચ્યુ છે.

(11:58 am IST)