Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગાંધીનગર: કલોલની 17 વર્ષીય યુવતીને બોયફ્રેન્ડ સાથે ભાગી નીકળવાનું દુ:સાહસ ભારે પડ્યું: 3 યુવાનોએ ગેંગ રેપ કર્યો

ગાંધીનગર: ગાંધીનગરથી 25 કિલોમીટર જેટલા અંતરે આવેલા કલોલ તાલુકાના એક ગામની યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી નીકળવાનું દુ:સાહસ કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ યુવતીને તેનો બોયફ્રેન્ડ 21 વર્ષીય વિપુલ ઠાકોર એક ખેતરમાં લઇ ગયો હતો જ્યાં તેણે યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો બાદમાં તેને એકલી મૂકી દઈ નાસી છૂટ્યો હતો.આ યુવતીને મદદરૂપ થવાના બહાને બીજા બે યુવકો આવ્યા હતા.જેમણે પણ સગીરાની એકલતાનો લાભ લઇ તેના ઉપર ગેંગ રેપ આચર્યો હતો.પોલીસ દ્વારા ત્રણે નરાધમોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.

(11:09 am IST)