Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી :ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે

દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું :રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી

અમદાવાદ ;રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે  હવામાન વિભાગે આગાહી કરી છે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
  ખાસ કરીને ઉત્તરથી લઇને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અડીને આવેલા જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે.
  હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ગુજરાતની ઉપર રાજસ્થાનથી લઇને બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી પસાર થઇ રહી છે. જેના કારણે રાજ્યમાં ચોમાસુ માહોલ જામ્યો છે.

(7:52 pm IST)
  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST