Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ફ્રોડ્યુલન્ટ ઓફર્સના સંદર્ભમાં ઓઇલ કંપનીઓ દ્વારા નોટિસ

એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલ મામલોઃ આવા બોગસ માણસો અને એજન્સીઓથી સાવચેત રહેવા અને કોઇપણ લેવડદેવડ નહી કરવા માટેની સ્પષ્ટ તાકીદ

અમદાવાદ,તા.૧૩: ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (ઓએમસીએસ) - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ની ચકાસણીમાં ચોંકાવનારી હકીકત ધ્યાન પર આવી હતી કે, કેટલાક અજાણ્યા શખ્સો, બોગસ એજન્સીઓ દ્વારા વિવિધ નકલી વેબસાઈટસ બનાવવામાં આવી છે, જે છેતરપિંડીથી એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ અને અથવા રિટેલ આઉટલેટ ડિલરશીપ્સ ઓફર કરે છે અને આ પ્રક્રિયા માટે નાણાની માંગણી કરે છે. નિદોર્ષ અરજદારોને ભોળવવા માટે નકલી વેબસાઈટ્સની ડિઝાઈન ઓરિજીનલ વેબસાઈટસ એલપીજીવિતરકચયન.ઇન અને પેટ્રોલપંપડિલરચયન.ઇન જેવી જ રાખવામાં આવી છે. આ નકલી વેબસાઈટ્સ દ્વારા નિર્દોષ લોકોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે, અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના નામે નકલી ઈમેઈલ કરવામાં આવે છે. (એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ, રિટેલ આઉટલેટ્સની ઓફર સાથે લેટરહેડ પર ઓએમસી લોગો પણ વાપરવામાં આવે છે અને ઓએમસીએસના નામે નાણાની મોટી રકમ એકત્ર કરવાં આવે છે. જેને પગલે આ ઓઇલક કંપનીઓ તરફથી જાહેરજનતાને ખાસ તાકીદ કરાઇ છે કે, તેમણે ઓએમસીએસની સત્તાવાર વેબસાઈટ્સ એલપીજી વિતરકચયન.ઇન એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ માટે અને પેટ્રોલપંપડિલરચયન.ઇન  રિટેલ આઉટલેટ ડિલરશીપ્સની સાચી અને સત્તાવાર માહિતી માટે વિઝિટ કરવી અને ખોટું કામ કરતા આવા તત્વોથી દૂર રહેવું. એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ અને અથવા રિટેલ આઉટલેટ ડિલરશીપ અંગેનું જો આવું કોઈપણ કમ્યુનિકેશન મેળવે તો અંગત માહિતી શેર કરવી કે  નાણા મોકલવા જેવા પગલા ભરતા પૂર્વે અરજદાર વ્યક્તિએ પોતાની નજીકનાં સ્થળે સંબંધિત ઓઈલ કંપનીની બોનાફાઈડ ઓફિસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકો પણ જો આવું કોઈ કૃત્ય જાણમાં આવે તો પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે. જાહેરક્ષેત્રની ઓએમસીએસ દ્વારા દેશભરમાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલ આઉટલેટ ડિલર્સની નિમણૂંક સુસ્થાપિત સિલેકશન પ્રોસીજર કે જેમાં દેશનાં અગ્રણી અખબારોમાં પ્રસિધ્ધ કરવામાં આવતી વિસ્તૃત વિજ્ઞાપન, પબ્લીક સેક્ટર ઓઈલ માર્કેટીંગ કંપનીઝની વેબસાઈટ પર હોસ્ટીંગ અને તમામ હકદાર અરજદારોનાં લોટ્સનાં ડ્રો કરવાનો સમાવેશ થાય છે.

જાહેરક્ષેત્રની ઓએમસીએસની વેબસાઈટ આઇઓસીએલ.કોમ, ભારતપેટ્રોલિયમ.કોમ અને હિન્દુસ્તાનપેટ્રોલિયમ.કોમ મુજબ છે. કોઈપણ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને આરઓ ડિલર્સ માટે કોઈ એજન્સી કે વ્યક્તિની નિમણૂંક કરી નથી કે તેમણે પસંદગીની પ્રક્રિયાના તબક્કાઓ માટે કોઈ એજન્સી કે વ્યક્તિને અધિકૃત કર્યા નથી. પબ્લીક સેક્ટર ઓઈલ માર્કેટીંગ કંપનીઓ કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ, એજન્સીઓ, કંપનીઓ કે જે પબ્લીક સેક્ટર ઓઈલ માર્કેટીંગ કંપનીઓનું પ્રતિનિધિત્વનો દાવો કરે છે તેની સાથે લેવડદેવડ કરશે તો જવાબદાર રહેશે નહીં એમ પણ સ્પષ્ટ જણાવાયું છે.

(10:13 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST