Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

નડિયાદના ઉત્તરસંડા નજીક સર્જાયેલ બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિની હાલત ગંભીર

નડિયાદ:તાલુકાના ઉતરસંડા તેમજ મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવા બાબતની ફરિયાદ જે તે પોલીસ મથકોમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ઉતરસંડા ચોકડી નજીક ચકલાસી રોડ પર રહેતાં રાધાબેન રાજુભાઈ તળપદા ગતરોજ વહેલી સવારના સમયે ઘર નજીક રોડની સાઈડમાં આવેલ પાણીના નળમાંથી પાણી ભરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ સ્વીફ્ટ ગાડી નં જીજે ૨૩ એન ૯૮૦૭ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં પાણી ભરતાં રાધાબેન તળપદાને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં રાધાબેન તળપદા ઈજાગ્રસ્ત બન્યાં હતાં

(5:30 pm IST)