Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભારે વરસાદ અને પવનની સંભાવના છે જ, સ્થળાંતર પામેલા લોકો પાછા જવાની ઉતાવળ ન કરેઃ એ.કે.રાકેશ

સૌરાષ્ટ્રના જિલ્લાઓની કામગીરીના સંકલન માટે અગ્રસચિવનો રાજકોટમાં મુકામ

રાજકોટ તા. ૧૩ :.. રાજય સરકારે વાવાઝોડાની સંભવીત અસર સામે સુવ્યવસ્થિત આયોજન, અમલીકરણ અને દેખરેખ માટે સૌરાષ્ટ્રમાં અમલીકરણ અને દેખરેખ માટે સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર પ્રભારી સચિવોની નિમણુક કરી છે. રાજકોટના પ્રભારી સચિવ તરીકે અને સમગ્ર સૌરાષ્ટ્રના સંકલનની વિશીષ્ટ કામગીરી માટે સરકારે પંચાયત વિભાગના અગ્રસચિવ એ. કે. રાકેશ (આઇ. એ. એસ.)ને જવાાબદારી સોંપતા તેમણે રાજકોટ મુકામ કર્યો છે. તેઓ બે દાયકા પૂર્વે રાજકોટના કલેકટર પદે રહી ચૂકયા છે.

 

શ્રી એ. કે. રાકેશે આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે વાવાઝોડુ ફંટાતા સૌરાષ્ટ્રમાં રાહતની સ્થિતી દેખાય છે. જો કે દરિયાઇ વિસ્તારો પોરબંદર, દ્વારકા, વેરાવળ, સોમનાથ વગેરેમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના છે જ. જે લોકોને તેના વસવાટના ભયજનક વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તે જ સ્થળે હાલ તેઓ રહે તે હિતાવહ છે. વાતાવરણ સંપૂર્ણ થાળે ન પડે અને તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી અસરગ્રસ્ત લોકો સલામત આશ્રય સ્થાન ન છોડે. પરિસ્થિતીમાં સુધારો થયાની ધારણા કરી અસરગ્રસ્તો આશ્રય સ્થાનમાંથી મુળ સ્થાને જવામાં ઉતાવળ ન કરે તે માટે દેખરેખ રાખવા સ્થાનિક તંત્રને સુચના અપાયેલ છે. જે વિસ્તારમાં વરસાદ થાય ત્યાં પાણીના નિકાલ, સ્વચ્છતા આરોગ્ય વગેરેના જરૂરી પગલા ત્વરીત ભરવામાં આવશે. સંભવિત પરિસ્થિતીના સામના માટે સરકારી તંત્ર ખડેપગે છે. લોકો ગભરાટ ન રાખે અને સરકારી વ્યવસ્થામાં સહકાર આપે તેવી અપેક્ષા છે.

(11:48 am IST)