Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અમદાવાદ શહેર હળવા વરસાદના ઝાપટા પડ્યા

રાણીપ, ચાંદખેડા, સાબરમતીમાં વર્ષા

અમદાવાદ, તા. ૧૨ : અમદવાદ શહેરના જુદા જુદા ભાગોમાં પણ મોડી સાંજે હળવો વરસાદ થયો હતો. સવારથી જ હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. આજે મોડી સાંજે અમદાવાદ શહેરના રાણીપ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટની સ્થિતિ રહી હતી. વહેલી સવારે પણ વરસાદી છાંટા પડ્યા હતા. એકાએક હવામાનમાં બદલાયેલી સ્થિતિ વચ્ચે આજે અમદાવાદમા પારો ૪૨.૭ ડિગ્રી રહ્યો હતો.

રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. જો કે, ભારે ઉકળાટના કારણે લોકો પરેશાન દેખાયા હતા. અમદાવાદ અને ગાંધીનગર માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. ગાજવીજ સાથે અમદાવાદમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે.

 

(9:03 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST