News of Wednesday, 13th June 2018

વલસાડમાં પરિણીતાને બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈને ગેંગરેપ

બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યા બાદ અન્ય બે શખ્શને બોલાવ્યા : ત્રીજાએ બળાત્કાર કર્યા બાદ ચોથો જબરજસ્તી કરે તે પહેલા હતપ્રત પરણીતાએ પોલીસને જાણ કરતા ચારેયે માર માર્યો : ચારેય આરોપીની ધરપકડ

વલસાડમાં એક પરણીતાને બાઈક પર બેસાડીને અવાવરું જગ્યાએ લઇ જઈને બળાત્કાર ગુજાર્યાની ઘટના બહાર આવી છે વલસાડના ધોબીતળાવ તથા ખડકીભાગડા વિસ્તારમાં રહેતા બે હવસખોરોએ વલસાડમાં રહેતી 23 વર્ષીય પરિણીતાને બાઇક પર બેસાડી કોલેજની પાછળ આવેલ અવાવરું જગ્યાએ લઇ જઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ અન્ય બે મિત્રોને બોલાવ્યા હતા. તે પૈકી એક મિત્રએ મહિલા સાથે દુષ્કર્મ કર્યુ હતું. ચોથો યુવાન બળાત્કાર કરે તે પહેલા મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હોવાની જાણ થતાં ચારેય જણાએ મહિલાને માર માર્યા બાદ તેને ત્યાં જ છોડીને ભાગી છૂટયા હતા જોકે પોલીસે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા .

  પોલીસના જણાવ્યાનુસાર, વલસાડ નજીકના વિસ્તારમાં રહેતી શીલાબેન રાઠોડ (નામ બદલ્યુ છે), (ઉં.વ.23)એ હરેશ નાયકા (નામ બદલ્યું છે) નામના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.સંતાનમાં 5 વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે. શીલાના માતા-પિતા ગુજરી ગયા બાદ પત્ની સાથે સાસરિયામાં રહેતો હરેશ તેણીને મારઝૂડ કરવા માંડતા, શીલા તેનાથી અલગ થઇને ઓળખીતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. જ્યારે પતિ તેના બંને સંતાનો સાથે પત્નીના પિયરમાં રહે છે. પતિથી જુદી થઇને કેટરર્સમાં કામ કરતી શીલાની ઓળખાણ તેની સાથે કામ કરતા નિલેશ ઉર્ફે ગોલ ભાણા નાયકા (રહે. ખડકીભાગડા, વલસાડ) અને વિજય સુરેશ પટેલ (રહે. ધોબીતળાવ) સાથે ઓળખાણ થયેલ. જે બાદ મહિલા અન્ય વિસ્તારમાં રહેવા ચાલી ગઇ હતી.

  શીલાબેન ગતરાત્રે વલસાડ ખાતે કામ પતાવીને ઘરે જવા માટે વલસાડ બસ સ્ટેશન પાસે ઊભી હતી તે સમયે આવી પહોંચેલ વિજય પટેલે, મને કામ છે તેમ કહી શીલાને તેની બાઇક પર બેસાડી ધોબીતળાવ લઇ ગયો. જ્યાં નિલેશ નાયકા પણ બાઇક પર બેસી ગયો હતો. ત્યારબાદ બંને જણા શીલાને લઇને વલસાડ કોલેજની પાછળના ભાગે આવેલ ઝાડી-ઝાંખરવાળી જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં વિજય પટેલે સૌપ્રથમ શીલાને જમીન પર પાડી નાંખીને બળાત્કાર કર્યા બાદ નિલેશે પણ પરિણીતા સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન ત્યાં પહોંચેલા બળાત્કારીઓના અન્ય બે મિત્રો આનંદ શંકર રાઠોડ (રહે. ધોબીતળાવ પોલીસ ચોકી પાસે, વલસાડ) તથા અજય બચુ પટેલ (રહે. શ્રીરામ મહોલ્લા, ધોબીતળાવ, વલસાડ) પૈકી આનંદે પણ મહિલા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ કર્યુ હતું.

બળાત્કારીઓ આટલેથી જ અટક્યા નહોતા. નિલેશ અને આનંદે ફરી મહિલા સાથે દુષ્કર્મ કરતાં, તેણીની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ અજય પટેલે પણ મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મીઓની પાશવીલીલાથી હતપ્રભ થઇ ગયેલ મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હતો. જેની જાણ થતાં જ ચારેય આરોપીઓએ મહિલાને ફટકારીને ભાગી છૂટયા હતા. મહિલા ત્યાંથી જેમ-તેમ ચાલતી-ચાલતી કોલેજના હોસ્ટેલ પાસે પહોંચી હતી. જ્યાં હાજર વોચમેનની મદદથી પોલીસને બોલાવી હતી. જે બાદ તેણીને 108-માં વલસાડ સિવિલમાં દાખલ કરાઇ હતી.

પોલીસે મહિલાની ફરિયાદને આધારે દુષ્કર્મનો ગુનો નોંધી, ચારેય આરોપીઓ નિલેશ નાયકા, વિજય પટેલ, આનંદ રાઠોડ અને અજય પટેલને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે

(8:59 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST