News of Wednesday, 13th June 2018

મિત્ર સાથેની 'કામલીલા' પતિ જોઇ જતાં પત્નીએ ફરીયાદ કરી!

પતિના મિત્ર એ આપઘાત કરવાની ધમકી આપી ''રેપ'' કર્યો!!

રાજકોટ તા.૧૩: અમદાવાદના વસ્ત્રાલમાં એક પરિણીતાએ પોતાના રીક્ષાચાલક પતિના મિત્ર એ રાતે તેના પર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ કરતા આરોપ લગાવ્યો હતો કે, પતિના મિત્રએ જાતે જ પોતાની નસો કાપવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર કર્યો હતો.

આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને 'કામલીલા' પતિ જોઇ જતા પરણિતાએ ખોટો આરોપ લગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં સમરી ભરી દેવાશે.

વસ્ત્રાલમાં રહેતી એક પરણિતાએ રામોલ પોલીસમાં ફરીયાદ કરી હતી કે, તેના પતિ રીક્ષા ચલાવે છે. પતિ રાતે ઘરની બહાર સુતા હતા. અને પોતે રસોડામાં કામ કરતી હતી ત્યારે પતિનો મિત્ર રસોડામાં ઘુસી આવ્યો હતો, તેને બાથભરી હતી. પતિના મિત્રએ ધમકી આપી હતી કે તેની સાથે સંબંધ નહીં રાખે તો પોતે જ પોતાના હાથની નસો કાપી નાંખશે.

આ શખ્સ બળાત્કાર કર્યા બાદ સુઇ જતા પોતે ઘર બહારથી બંધ કરીને પતિને વાત કરી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે આ પરણિતાને તેના પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યું હતું.

(2:46 pm IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST