Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૧૮ મે સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ભારે તીવ્રતા ધરાવતું વાવાઝોડું: હવામાન તંત્ર: સમુદ્રનું હુંફાળું વાતાવરણ વાવાઝોડાના સર્જનને ગતિ આપશે : શનિવાર સવારથી પવનની ઝડપ ૪૦થી ૫૦ કિલોમીટર અને ૧૮મી ની સાંજ સુધી પવનની ગતિ વધીને ૭૦ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે: લક્ષદીપ કેરળ અને કર્ણાટકમાં આવતીકાલથી ૧૬મી સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે : કચ્છ અને દક્ષિણ રાજસ્થાનના દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ૧૬ થી ૧૮ મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ આજે ગુરુવારે સાંજે કહ્યું છે કે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા એક ‘ઉચ્ચ-તીવ્રતા’ ધરાવતું વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે અને ૧૮ મેની આસપાસ તેમના દરિયાકાંઠે પહોંચશે.

 જો આ મુજબ બનશે તો આ વર્ષે, ૨૦૨૧માં ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં બનનાર આ પહેલું વાવાઝોડું હશે. દરમિયાન મ3 મહિનામાં પ્રવર્તતી ગરમ સમુદ્રની સ્થિતિ  આ વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની તરફેણ કરે છે.  ચક્રવાત તરીકે આ સિસ્ટમ સાકાર થાય એટલે  મ્યાનમાર દ્વારા અપાયેલ તૌક્તે નામ આપવામાં આવશે. એ નામે ઓળખાશે.

આજે ગુરુવારે સવારે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ વિકસિત થઈ છે.

તે વધુ તીવ્ર બને અને ઉત્તર-ઉત્તર દિશામાં ગુજરાત અને તેને  અડીને આવેલા પાકિસ્તાનના  દરિયાકાંઠા તરફ જાય તેવી સંભાવના છે.

૧૮ મેના રોજ સાંજની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

વર્તમાન લો પ્રેશર સિસ્ટમ માત્ર ત્રણ દિવસના ગાળામાં જ, ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ તબક્કાઓમાં તીવ્ર બનશે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્ર ઉપર ખુબજ ગંભીર તીવ્રતાવાળા ચક્રવાતનો જન્મ થવાની પૂરી સંભાવના છે.  

એકવાર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ દ્વારા ચોક્કસ ખાતરી સાથે સિસ્ટમના સંભવિત ટ્રેક, ગતિવિધિ અંગે સ્પષ્ટ જાણકારી આપી શકશે.

આવતીકાલે શુક્રવાર સુધીમાં તે વેલ માર્કડ લો-પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ જશે અને ૧૫ મે શનિવાર સુધીમાં વધુ  તીવ્ર બનશે અને  લક્ષદ્વીપ ક્ષેત્રમાં આવવાની ધારણા છે.  બાદમાં, ૧૬ મે રવિવારના રોજ, ડીપ ડિપ્રેસન વધુ મજબૂત વની ચક્રવાત-વાવાઝોડા તરીકે જન્મ લેશે તેમ હવામાન ખાતું કહે છે.

અમે ટૂંકા ગાળામાં આ સિસ્ટમ અતિ તીવ્ર માત્રાનું સ્વારૂપ પકડે તેવી અપેક્ષા રાખીએ છીએ.  આ માટે બળ આપનાર પરિબળોમાંનું એક સમુદ્ર સપાટીનું ખૂબ ઊંચું તાપમાન છે જે હાલમાં  અરબી સમુદ્ર ઉપર પ્રવર્તે છે.  એવું જોવા મળ્યું છે કે સમુદ્રનાં પાણી, ૫૦ મિત્રની ઉંડાઈ સુધી પણ ખૂબ ગરમ છે.  જેના લીધે  બાષ્પીભવનની ઠંડક દ્વારા સિસ્ટમમાં વધુ ઉર્જા પહોંચાડશે અને ઝડપથી આ વાવાઝોડાને વધુ તીવ્ર બનવા માટે મદદ કરશે, 'હવામાન ખાતાના વાવાઝોડા ચેતવણી વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક સુનિતા એસ દેવીએ  ઈન્ડિયન એક્સપ્રેસને આ મુજબ કહ્યું હોવાનું જાહેર થયું છે.

આ સિસ્ટમ્સ લક્ષદીપથી  ગુજરાત તરફ  પસાર થવાની અપેક્ષા છે, તેથી  લક્ષદીપ, કેરળ અને કર્ણાટકમાં આવતીકાલ ૧૪ થી ૧૬ મે દરમિયાન ભારેથી ભારે વરસાદ (૨૦૪ મીમીથી વધુ, એટલે કે ૮ ઇંચથી વધુ)  ખાબકશે તેવી સંભાવના રહેલી  છે.

 તેમણે જણાવ્યું હતું કે અનુમાનિત ટ્રેક ઉત્તર-પશ્ચિમ દિશાના માર્ગને સૂચવે છે, જેના પરિણામે ગોવા અને દક્ષિણ કોંકણમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.,
 
આગાહી મુજબ, દક્ષિણ કોંકણ અને ગોવા અને કચ્છ અને દક્ષિણ રાજસ્થાનના દક્ષિણ ગુજરાતના સરહદી  વિસ્તારોમાં ૧૬ થી ૧૮ મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

શનિવારની સવારથી પશ્ચિમ સાગર કાંઠે ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિથી તીવ્ર પવન ફૂંકાશે. ૧૮ મી મેના સાંજ સુધી પવનની ગતિ વધીને ૭૦ કિ.મી. પ્રતિ  કલાકની થવાની સંભાવના છે. સમુદ્રની આવી તોફાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દૂર સુધી  સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

(9:20 pm IST)
  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST

  • બિહારમાં ૨૫ મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું : બિહારમાં લાદવામાં આવેલ લોકડાઉન હવે ૨૫ મે સુધી લંબાવી દેવામાં આવ્યાનું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેર કર્યું છે. access_time 4:55 pm IST