Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વલસાડ જિલ્લામાં આજે કોરોના ૧૧ ને ભરખી જતાં સમગ્ર પંથકમાં ફફડાટ : વધુ નવા ૯૫ કેસો નોંધાયા.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લા માં આજે કોરોના ૧૧ ને ભરખી જતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.
   જીલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૩ મી મે નાં રોજ વલસાડ ૬૯, પારડી ૦૧, ઉમરગામ ૨૫ કેસો મળી કુલ ૯૫ નવા કેસો આવેલ છે, દુઃખ ની વાત એ છે કે આજે એક જ દિવસમાં કોરોના ૧૧ ને ભરખી ગયો છે.
  જોકે આજે ૧૧૩ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૦૭૦ દર્દી ઓ હાલ સારવાર હેઠળ છે

(7:53 pm IST)