Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દિયોદર તાલુકામાં વખા ગામની સીમમાં 100 જેટલી ગાયોના ખેતરમાં અચાનક મોત નિપજતા દોડધામ મચી જવા પામી

દિયોદર: કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના વખા ગામની સીમમાં ૧૦૦ જેટલી ગાયો એરંડાના ખેતરમાં ચરવા ગઇહતી.બાદ કેટલીક ગાયોને ફુડ પોઇઝનીંગની અસર થતા આફરો ચઢ્યો હતો. જેના પગલે તંત્રમાં દોડદામ મચી જતા પશુ ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં ૧૦ ગાયોના મોત થયા હતા. જ્યારે અન્ય અસરગ્રસ્ત ગાયોને બચાવી લેવાઈ હતી.

ગામલોકોને ગાયો બીમાર પડી હોવાની જાણ થતાં ઘટનાસ્થળે ગૌ પ્રેમી દોડી આવ્યા હતા.  નવા ગામે આવેલા મનોરમાં ગૌ હોસ્પિટલના ડોકડરો તેમજ દિયોદર પાંજરાપોળ ના ડોકટરો ઘટના સ્થળે દોડી આવી ગાયોને સારવાર આપી હતી. પણ ગાયોને ઘાસના ઝેરની ગંભીર અસરને લીધે કેટલીક ગાયો બચી ગઈ હતી. જ્યારે ૧૦ ગાયો ગંભીર બીમાર થવાથી મોત થયા હતા. મહત્વનું છે કે દિયોદરના વખા ગામે રહેતા મુકેશ ભાઈ ભરવાડ ગાયો પશુપાલન પર  ગુજરાત ચલાવીએ છે. જેઓની ગાયો લીલું ઘાસ ખાવાથી પેટમાં આફરો ચડી જવાથી ગંભીર બીમાર પડતાં ૧૦ ગાયોના મોત થતાં મોટું નુકસાન જોવા મળ્યું છે.

(5:23 pm IST)