Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મહિલાનેજ હવે પાણીના બેડા માથે ઉપાડવામાંથી મુક્તિઃ અમરેલીના બગસરામાં વોટર વ્હીલ ડ્રમમાં પાણી લાવવાની સુવિધા પૂરી પડાશે

અમદાવાદઃ મોટો ભાગે બહેનોને પાણી દૂર દૂર સુધી રઝળપાટ કરવી પડતી હોય છે. બહેનોને માથે બેડા ઉંચકીને હાથમાં ડોલ ઉપાડી દૂર દૂરથી પાણી લાવવું પડતું હોય છે. આજે પણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ગામડાંઓમાં આવી જ સ્થિતિ છે. પાણી ભરેલાં વજનદાર બેડા માથે ઉપાડવા પડે એમાં તકલીપ પડે છે. એટલું જ નહીં દૂર દૂરથી માથે ઊંચકીને બેડા લાવવાના તો ખરાં પણ એમાંય પાણી માય કેટલું? બેડામાં પાણી પણ લીમીડેટ ભરાય. ત્યારે આ સમસ્યાનું સમાધન આ ગુજરાતના આ નાનકડાં ગામના લોકોએ શોધી કાઢ્યું છે.

આ સાધન મહિલાઓને અપાવશે માથે બેડા ઉંચકવામાંથી મૂક્તિ

વિચરતી અને વંચિત જાતિઓના કલ્યાણ અર્થે કાર્ય કરતી વિચરતા સમુદાય સમર્થ મંચ નામની સંસ્થાના ફાઉન્ડર અને એક સામાજિક કાર્યકર મિત્તલ પટેલે જણાવ્યુંકે, બહેનોને રાહત મળે છે. આ સાધન ગ્રામીણ વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓના જીવનમાં એક નવી ક્રાંતિ સમાન છે. કારણકે, આ સાધનની મદદથી મહિલાઓના માથેથી વર્ષો કે સદીઓ જૂનો બેડાનો ભાર હવે ઉતરી જશે.

અમરેલીના બગસરા ગામની તસવીરો

મિત્તલ પટેલે વધુમાં જણાવ્યુંકે, અમરેલીના બગસરામાં રહેતા વિચરતી જાતિના પરિવારો કામ ધંધા માટે સ્થળાંતર કરે અને તેઓ જ્યાં રહે ત્યાં પાણીની સુવિધા ન હોવાને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ લોકો મોટોભાગે સરકારી પડતરમાં રહે. આમ તેમને દૂરથી પાણી લાવવું પડે ત્યારે આ વોટરવ્હીલ એમને પાણી ભરી લાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

પાણી ઉંચકીને લાવવાની જવાબદારી માત્ર મહિલાઓની જ નથી

પાણી ભરીને ઉંચકી ઉંચકીને લાવવાની જવાબદારી માત્ર મહિલાઓની જ નથી. ભાઈઓ પણ આ વોટર વ્હીલ ડ્રમમાં પાણી ભરીને કોઈ જ શરમ વગર ખેંચીને લાવી શકે.

આ સાધનથી પુરુષો પણ શરમ વિના ભરી શકે છે પાણી

મિત્તલ પટેલે જણાવ્યુંકે, આ વોટર વ્હિલ ડ્રમના કારણે ભાઈઓ પણ પાણી ભરી શકે છે. બેડુ લઈને ભરવા જવામાં ભાઈઓને શરમ આવે પણ આમાં તો ભાઈઓ આરામથી કામ કરી શકે. વળી વધુ માત્રામાં પાણી એક ફેરામાં આવે આથી નાહવા ધોવા ને પીવાનું પાણી આરામથી બે ત્રણ ફેરામાં એક ઘરનું આવી લાવી શકાય. એટલું જ નહીં આ વોટર વ્હીલ ડ્રમને કારણે પાણી હવે કોઈપણ ભરીને લાવી શકે છે.

બાળકો પણ સરળતાથી પાણી ભરી લાવી શકે છે

પાણી ભરીને લાવવા માટે હવે માથે બેડા ઉંચકવાની કે ડોલ લઈને આમતેમ દોડવાની જરૂર નથી. 10 વર્ષનું બાળક પણ રમતા રમતા આ વોટર વ્હીલ ડ્રમને ખેંચી લાવીને પાણી ભરી શકે છે. આમ બહેનો જ પાણી ભરી લાવે એ પરંપરાને વોટર વ્હીલ તોડે છે. આ વોટર વ્હીલમાં 45 લીટર જેટલું પાણી સમાય છે.

કેટલી છે વોટર વ્હીલ ડ્રમની કિંમત

આવા એક વોટર વ્હીલ ડ્રમની કિંમત અંદાજે 2000 થી 2100 રૂપિયા જેટલી છે. આ વોટર વ્હીલ ડ્રમને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છેકે, તેને પૈડાની જેમ કોઈપણ જગ્યાએથી રગડાવીને લાવી શકાય છે. તેમાં પીવીસીનું હેવી પ્લાસ્ટીક વાપરવામાં આવ્યું હોવાથી પાણી લીક થવાનો કે ઢોળાવાનો પણ કોઈ ડર રહેતો નથી.

આ વોટર વ્હિલ ડ્રમ ભેટમાં આપીને કરી શકાય છે ગ્રામીણ મહિલાઓની મદદ

અન્ય સામાજિક સંસ્થાઓ પણ આવી વસ્તુઓની ભેટ આપીને ગરીબ ગ્રામજનોની મદદ કરી શકે છે. સાથે જ અન્ય ગામડાંઓ પણ આપ્રકારની ટેકનીકને અપનાવીને મહિલાઓની પાણી ભરવામાં થતી હાલાકી અને રઝળપાટને રોકી શકે છે.

ભેટમાં મળ્યાં છે આ વોટર વ્હીલ ડ્રમ

મિત્તલ પટેલે જણાવ્યુંકે, મુંબઈમાં વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે સંકળાયેલા જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈના સ્વજન પ્રવિણભાઈ મહેતાએ આ વોટર વ્હીલ એવા પરિવારો કે જેમને પાણી ભરવા દૂર જવું પડે છે તેમને ભેટ રૂપે આપવા અમને આપ્યા હતાં.

(4:40 pm IST)