Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

Q BORD સેટેલાઈટ ચેનલ દ્વારા ,તબીબી ડિગ્રી ધરાવતાં અધિકારીઓ ગુજરાતભરમાં સલાહ આપે છેઃ આશિષ ભાટિયા

પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટાફની ભાષા વિશેષ રીતે સમજે છેઃ રાજ્યભરના એસ.આર.પી.જવાનો માટે દેશમાં સર્વ પ્રથમ વખત શરૂ થયેલ નવતર પ્રયોગના શિલ્પી એવા ગુજરાતના મુખ્ય પોલીસ વડા અદભૂત આયોજનની વાતો વર્ણવે છે : કોરોના થાય ત્યારબાદ જ નહિ ન થાય તે માટે શું સાવચેતી રાખવી, તે માટે તમામ બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવે છે : વડોદરા એસપી ડો. સુધીર દેસાઈ, વલસાડ એસપી રાજદીપસિહ ઝાલા વિગરે પોતના જ્ઞાનનો ઉપયોગ કરવા સાથે સેવાની તક આપવા બદલ ખુશી વ્યકત કરે છે

રાજકોટ તા. ૧૩, રાજ્ય પોલીસ તંત્રના સિનિયર લેવેલનાં ૧૮ અધિકારીઓ કે જેઓ મેડિકલ ડિગ્રી ધરાવે છે,તેમના તબીબી જ્ઞાનનો લાભ લેવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓના એસ.આર.પી.જવાનો કોરોના સંક્રમિત થતાં બચે અને જો તવો કોરોના  પોઝિટિવ બન્યા હોય તો તેઓને સમયસર સાચી સલાહ મળી શકે તેવો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરાયો છે તે જાણીતી વાત છે. ત્યારે દેશભરમાં સર્વ પ્રથમ આવો વિચાર અમલમાં મૂકનાર ગુજરાતના મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયા ઉકત ઓફિસરો કઇ રીતે આખું કાર્ય કરશે તેની વિગતો 'અકિલા' સમક્ષ વર્ણવી હતી.               

તબીબી ડીગ્રી ધરવતા આ સિનિયર અધિકારીઓ પોલીસ ઓફિસર પણ હોવાથી પોલીસની ભાષા અને તેવો શું કહેવા માગે છે તે જલ્દીથી સમજી શકે,અને તેવો એ તાત્કાલિક શું કરવું જોઈએ તેની સલાહ તાકીદે મળી શકે.                   

આશિષ ભાટિયા દ્વારા ઉકત મેડિકલ ડિગ્રી ધરાવતા પોલીસ ઓફિસરની કાર્યપદ્ધતિ અંગે જણાવેલ કે, આ પોલીસ ઓફિસર, Q BORD, સેટેલાઈટ ચેનલ મારફત એસ.આર.પી.જવાનોને  તેઓને શું કાળજી રાખવી, તબીબો દ્વારા સૂચવેલ દવા સાથે તેમને યોગા,પ્રાણાયમ,શ્વાસ પ્રક્રિયા વિગેરે  માર્ગદર્શન આપી તમામ મદદ કરવામાં આવશે.                                       

પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા  'અકિલા' સાથેની વાતચીતમાં આખા પ્રોજેકટ બાબતે જણાવેલ કે ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં કોવીડ સંદર્ભે નોડલ ઓફિસર નિયુકત કરવામાં આવ્યા છે,આ સંદર્ભે આ માટે એક ટ્રસ્ટ ટેલી મેડિસન પણ મદદરૂપ બની રહ્યું છે, રાજ્ય સરકારના સહયોગથી આવા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે રંગ લાવ્યા છે. ખૂબ સારા પરિણામ આવ્યા છે. જે ઓને આવી કામગીરી સુપરત થઇ છે તે પૈકના વડોદરા એસપી ડો. સુધીર દેસાઈ પોતાના મેડિકલ જ્ઞાનના ઉપયોગની આવા સેવા કાર્ય માટે તક મળી તે બાબતને ઉત્તમ તક માની પોતાના સ્ટાફ પરિવાર માટે મદદરૂપ બન્યાનો પણ સંતોષ છે. વલસાડ એસપી રાજદીપસિહ ઝાલા જેવા અધિકારીઓ દ્વારા તો બે કદમ આગળ વધી મેડિકલ કેમ્પ સહિતના આયોજન ઘડી કાઢ્યા હતા.

(4:25 pm IST)