Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરતમાં ત્રણ ચેકપોસ્ટ પરથી પ્રવેશ મળશે : આવનાર તમામ લોકોને ક્વૉરન્ટાઇન કરાશે

શહેરમાં પ્રવેશવા કામરેજ કડોદરા અને પલસાણા માત્ર આ ત્રણ રસ્તા જ ખુલ્લા રહેશે

 

સુરત :શહેરમાં કોરોના છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં વધુ 22 અને જિલ્લામાં એક કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ દરદીઓની સંખ્યા વધીમે 949 થઇ ગઇ છે જયારે સુરત જિલ્લાના કેસો એક હજારની પાર પહોચી ગયા છે. સ્થિતિને જોતા તંત્ર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓમાંથી ફક્ત ત્રણ રસ્તા ખુલ્લા રહેશે બાકીના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં પ્રવેશવા કામરેજ કડોદરા અને પલસાણા માત્ર ત્રણ રસ્તા ખુલ્લા રહેશે.બાકીના તમામ રસ્તા બંધ કરાશે. ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ કરીને પ્રવેશ અપાશે, પ્રેવશ કરનાર તમામને હોમ કોરોન્ટાઇન કરાશે

 

સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસોની સંખ્યા1007 પર પહોચી છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ 7 કેસો આજે નોધાયા છે. કો-મોર્બિડ કંડીશન ધરાવતાં વધુ ત્રણ કોરોનાગ્રસ્ત દરદીઓની આજે સારવાર દરમિયાન મોત નીપજી છે. શહેરમાં કુલ મૃતાંક વધીને 41 થઇ ગયો છે. શહેરમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ 5.7 ટકા જ્યારે મૃત્યુદર 4.4 ટકા હાલ રહ્યા છે.

(10:59 pm IST)