Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નર્મદાના સાગબારામા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા પશ્ચિમ બંગાળના 153 માછીમારો ફંસાયા હોવાનુ બહાર આવ્યું

નર્મદા કલેકટર અને મામલતદાર સાગબારાને રજુઆત છતાં પરિણામ શૂન્ય:સરકારની કોઈ મદદ નથી મળી, શ્રમિકોએ પોતાને વતન પહોંચાડવાની માંગ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ અને ખેરપાડા ગામે પશ્ચિમ બંગાળના ૧૫૩ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અટવાઈ ગયા હતા તેમણે તાત્કાલિક વતન પરત જવાની માંગ કરી હતી.

આ બાબતે નમૅદા જિલ્લાના કલેક્ટર અને મામલતદાર સાગબારાને પણ રજૂઆત કરવામાં આવી છે.સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ અને ખેરપાડા ગામે તાપી નદી ના ઉકાઈ ડેમ કિનારે ગત તા.૧૧ જાન્યુઆરી આવ્યા હતા માછી મારીનુ કામ તેમને મળ્યું ન હતું.

  ધી સાગબારા તાલુકા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીને લીઝ ઈજારો પણ મળ્યો નથી સરકારે લીઝ ઈજારો આપ્યો નથી અને ત્યાર બાદ કોરોના વાયરસને લઈને લોકડાઉન હોવાથી આ બધા અટવાઈ ગયા હતા આ બાબતે મંડળી દ્વારા નમૅદા જિલ્લાના વહીવટી તંત્ર અને સાંસદ,ધારાસભ્ય, વનમંત્રીને પણ મોખિક રજૂઆત કરવામાં આવી હતી નમૅદા જિલ્લા કલેક્ટર દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને નાદિયા જિલ્લાના કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ જવાબ મળતો નથી અત્યારે મે માસ શરૂ થઈ ગયો છે આ લોકો બેકાર છે

  આ બાબતે મંડળી મંત્રી કાંતિ લાલ કોઠારીએ તા. ૩૦ એપ્રિલ ના રોજ નમૅદા જિલ્લા કલેક્ટરને પણ રજૂ કરી હતી તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ત્યાંના કલેક્ટર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ૧૫૩ પશ્ચિમ બંગાળના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અટવાઈ ગયા છે અને અત્યારે તેમને તેમના વતન જેવું છે આ લોકોને ગુલાબસીગ રાયસીગ કોઠારી દિલીપ ભાઈ ઉર્ફે મનહર ભાઈ વસાવા મંત્રી કાંતિ ભાઈ કોઠારી તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા કિટ્સ અનાજની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમને ખાવાંના ફાંફાં પડી રહ્યો છે તેમ એક સામાજિક કાયૅકર એ જણાવ્યું હતું.સરકાર દ્વારા તાત્કાલિક આ તમામને વતન પરત મોકલી આપવામાં આવે એવી માંગ કરી હતી.

(6:22 pm IST)