Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરતના લીંબાયતમાં પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બે હેર સલૂન શરૂ રાખનાર 8 શખ્સોની ધરપકડ કરી

સુરત:લીંબાયત પોલીસની પીસીઆર વાન આજે સાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે શ્રીનાથનગર 2 પાસે હેર કટીંગની દુકાન ચાલુ છે અને ત્યાં લોકોનું ટોળું છે. આથી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ટો વન હેર કટીંગની દુકાન ચાલુ હતી અને ત્યાં વ્યક્તિ મળ્યા હતા. પોલીસે દુકાનદાર દિનેશ રામપ્રતાપ શર્મા ( ..27 ) અને વિનોદ રાઘવરામ શર્મા ( ..30 ) ( બંને રહે. 259, શ્રીનાથનગર 2, લીંબાયત, સુરત ) તેમજ ત્યાં આવેલા રાહુલ પપ્પુ નિગમ ( ..25 ) ( રહે. 144, લક્ષ્મણનગર, લીંબાયત, સુરત ), મનોજ ધોરીલાલ રાજપૂત ( ..22 ) ( રહે. 124, લક્ષ્મણનગર, લીંબાયત, સુરત ), અમિત અજિતકુમાર યાદવ ( ..19 ) ( રહે. 119, લક્ષ્મણનગર, લીંબાયત, સુરત ) અને ઇજહાર ઇસહાર અન્સારી ( ..21 ) ( રહે. 145, લક્ષ્મણનગર, લીંબાયત, સુરત ) ની ધરપકડ કરી હતી. તેમજ આજે સવારે 11.40 કલાકે ગોડાદરા શામળાધામ ગેટ નં.3 પાસે શામળા હેર આર્ટ નામની દુકાન ચાલુ હોય ત્યાં હાજર દેસાઈ વિષ્ણુ ઓધા ( ..36 ) ( રહે. 136, શામળાધામ સોસાયટી, લીમબયત, સુરત ) અને અનિલ જીવન જાદવ ( ..45 ) ( રહે. 102, શાંતિનગર, લીંબાયત, સુરત ) ને ઝડપી પાડી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:07 pm IST)