Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરતમાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં પાન-મસાલા સહીત ગુટખાનું વેચાણ કરનાર ડેરી માલિકની ધરપકડ

સુરત:આવશ્યક ચીજવસ્તુઓની આડમાં પાન-મસાલા અને ગુટખાનું વેચાણ કરનાર ખટોદરાના ડેરી માલિક અને પાંડેસરાના ગ્રોસરી વ્યાપારી ઉપરાંત વરાછાના એક યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોક્ડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણની છુટ હોવાનો ગેરલાભ લઇ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બમણા ભાવે પાન-મસાલા અને ગુટખાના વેચાણનો ધંધો બેરોક્ટોક ચાલી રહ્યો છે. વાયરસના સક્રમણની ગંભીરતાને અવગણી માત્ર ને માત્ર આર્થિક લાભ ખાતર ગ્રાહકોની ભીડ એક્ઠી કરી ધીકતો ધંધો કરી રહ્યા છે. જે અંતર્ગત ખટોદરા ઉમીયા નગરમાં દુકાન નં. આઇ/6 માં શ્રીરામ ડેરીમાં ડેરી પ્રોડેક્ટની આડમાં પાન-મસાલા અને ગુટખાનું વેચાણ કરતા દુકાનદાર રાજુ બસંતે વિજયવર્ગીય (.. 42 રહે. એસ/5 હરિહરનગર, ગુરૂનાનાક હોસ્પિટલની નજીક, ખટોદરા) અને પાંડેસરા તેરેનામ રોડ સ્થિત ગોવર્ધન નગર પ્લોટ નં. 24 માં માં ટ્રેડર્સ નામની અનાજ-કરિયાણાની દુકાનમાં તમાકુનું વેચાણ કરતા કનુભાઇ નરસીંગ મહારાણા (.. 41 રહે. 24, ગોવર્ધન નગર, તેરેનામ રોડ, પાંડેસરા) ની ધરપકડ કરી હતી. જયારે વરાછા અશ્વનીકુમાર રોડ સ્થિત સૂર્ય નગર સોસાયટી ઘર નં. 21 ના પહેલા માળે સિગારેટ અને ગુટખા વેચે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી અશોક ઉર્ફે બાલો ગોરધન કાછડીયા (.. 34) ને તમાકુ, સિગારેટ અને પાન મસાલાના રૂા. 13,462 ના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

(6:06 pm IST)