Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનના કડક અમલ વચ્ચે પણ અમદાવાદ પોલીસે બાતમીના આધારે સરકારી મકાનમાંથી પાંચ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:ગુજરાતમાં લોકડાઉનના કડક અમલ વચ્ચે વિદેશી દારૂ હેરાફેરી થઈ રહી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે નારોલ નજીક આવેલા એક સરકારી મકાનમાંથી પાંચ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વટવા વિસ્તારમાંથી પીસીબીએ નડીયાદથી લવાયેલા દેશી દારૂનો જથ્થો તાજેતરમાં પકડવામાં આવ્યો હતો.

(6:05 pm IST)