Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મુખ્‍યમંત્રી રૂપાણીનો પ્રજાલક્ષી નિર્ણયઃ અલગથી રાહત પેકેજ આપશે

પ્રજાને ડબલ બોનાન્‍ઝા મળશે

અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ ગઇકાલે રાત્રે જાહેર કરેલા રૂા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ બાદ ગુજરાત સરકાર પણ અર્થતંત્રને વેગ આપવા માટે એક રાહત પેકેજ આપશે તેવું મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છેઃ ગુજરાત સરકારે લોકોને ડબલ લાભ થાય તે માટે સૈદ્ધાંતિક રીતે એક પેકેજ આપવાનો નિર્ણય લીધો છેઃ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાને જાહેર કરેલા પેકેજથી દેશના આર્થિક વિકાસને મોટુ ઓક્‍સિજન મળશેઃ અમે સૈદ્ધાંતિક રીતે નિર્ણય લીધો છે કે કેન્‍દ્રની યોજનાઓનો લાભ દરેક વ્‍યકિતને મળે, તેને અનુરૂપ પણ પેકેજ આપવામાં આવશે કે જેથી સમાજના દરેક વર્ગને ડબલ લાભ થાયઃ કેન્‍દ્ર સરકારના પ્‍લાનની વિગતો જાહેર થયા બાદ અમે રિવ્‍યુ કરશુ અને લોકોને મહત્તમ લાભ મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવશુઃ તેમણે કહ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં જો સરકાર પરવાનગી આપે તો સંખ્‍યાબંધ રાહતો આપવાનું નક્કી કર્યું છેઃ લોકો પણ ઇચ્‍છે છે કે આર્થિક પ્રવૃત્તિ ફરીથી શરૂ થાયઃ મુખ્‍યમંત્રી ગઇકાલે પ્રધાનો-અધિકારીઓ સાથે વીડિયો કોન્‍ફરન્‍સ કરી હતી જેમાં મ્‍યુ. કમિશ્નરો, પોલીસ કમિશ્નરો, જિલ્લા કલેકટરો વગેરે પણ ઉપસ્‍થિત હતાં: જેમાં આ બધાયે મુખ્‍યમંત્રીને રાજ્‍યના વિવિધ ભાગોમાં નિયંત્રણો કઇ રીતે અને ક્‍યારે હળવા થઇ શકે તે અંગેની માહિતી આપી હતી.

(3:20 pm IST)