Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

તબલીગી જમાત સંદર્ભે નહિ, વૈમનસ્ય જગાવતી બાબતે પોલીસ તપાસઃ ખાનગીમાં ભારે ધમધમાટ

જૈન મુનિના નામે વાયરલ થયેલી ઓડીયો-વિડીયો કલીપ પ્રકારણમાં નવો વણાંક : યુ-ટયુબમાં પ્રચલીત એ કલીપોની એફએસએલ તપાસ? સતાવાર રીતે મૌન સેવાઇ છે

રાજકોટ, તા., ૧૩:  જૈન મુની આચાર્ય સુર્યસાગર વિરૂધ્ધ એક કહેવાતી વિવાદીત ઓડીયો કલીપ સંદર્ભે તેમની સામે બીન જામીનલાયક ગુન્હો દાખલ થવા સાથે તેમનો મોબાઇલ પણ કબ્જે કરવામાં આવ્યાનીે  ચકચારી ઘટનામાં તેમના વિરૂધ્ધ તબલીગી જમાત સંદર્ભેની ઓડીયો-વિડીયો કલીપ સંદર્ભે નહિ પરંતુ તેઓના નામે યુ-ટયુબ સહીત સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી  વિવાદીત અને કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય જાગે તે પ્રકારે ઓડીયો-વિડીયો પ્રસારણ સંદર્ભે ગુન્હો દાખલ કરી, તપાસના કામે  તેમનો મોબાઇલ કબ્જે થયાની ચર્ચાએ જોર પકડયું છે.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પોલીસને ચોક્કસ પુરાવા સહીતની મળેલી ઓડીયો- વિડીયોની સત્યતા અંગે ચકાસણી ચાલી રહી છે. સ્ફોટક પ્રકારના આ કહેવાતા ઓડીયો-વિડીયો અંગે જરૂર જણાયે એફએસએલ દ્વારા પણ તપાસ કરવા માટેની તજવીજ ચાલી રહયાનું ચર્ચાય છે. જો કે આ અંગે સતાવાર રીતે મૌન સેવાઇ રહયું છે.

(12:14 pm IST)