Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

'કેશલેસ' વ્યવહાર જાણતા નથી એની માઠી

ઓનલાઇન ચૂકવણામાં અન્યની મદદ લેવાથી પાસવર્ડની ગોપનિયતા જોખમમાં? લોકડાઉન પછી ગુન્હાખોરીનું પ્રમાણ વધવાની ભીતિ

ગાંધીનગર તા. ૧૩: રાજ્યમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોનાના કેસ અને લોકડાઉનને લાંબો સમય આવનારા દિવસોમાં ગુન્હાખોરીનું પ્રમાણ  વધારી શકે તેવી ચર્ચાઓ આજે રાજ્યના પાટનગરમાં જોરશોરથી ચાલી રહી છે.

રાજ્ય સરકારના સરકારી બાબુએ  ઓનલાઇન અને ડિઝીટલ પેમેન્ટ કરવાની વાતો દહોરાવી રહ્યા છે. પરંતુ આ સરકારી તંત્રને બધાની વાસ્તવિકતા પરિસ્થિતી ખબર નથી લાગતી. શુ શાકભાજીની લારીવાળા, નાના ઉદ્યોગો કરતા લોકો, વૃધ્ધ લોકો વગેરે આ સીસ્ટમથી નાણાકીય લેવડ દેવડ કરી શકશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

એક મત એવો પણ છે કે રાજ્યમાં ઓનલાઇન અને ડિઝીટલ સીસ્ટમના કારણે રાજ્યમાં ક્રાઇમ વધી શકે છે. જે લોકોને પોતાના બેંકના ખાતામાં પડેલા નાણાં આ સીસ્ટમમાં ઉપાડવા હોય તો અન્યનો સહારો  લેવો પડે છે. જેના કારણે તેમના પાસવર્ડ જે મદદ કરતા હોય તેમને ખબર પડે તો પરિણામ શું આવે વિચારવાનુ રહ્યું.

સરકાર ઓનલાઇન ઓર્ડર અને ઓનલાઇન  પેમેન્ટ કરનારાઓને પ્રોત્સાહન આપી રહી છે. આવી પરિસ્થિતીમાં એકલા નાના માણસો તો ઠીક  પણ રાજકારણમાં કેટલાય લોકો એવા છે કે  તેમને આજેય આ સીસ્ટમનો પુરતો ખ્યાલ નથી.

આ સીસ્ટમના રાજકીય વહીવટકર્તાઓને ખ્યાલ નથી તેનો વ્યવસ્થિત ઉપયોગ ચોક્કસ લોકો કરી રહ્યા છે. પોતાની બુદ્ધિથી વહીવટ ચલાવવા ટેવાયેલા આવા સરકારી બાબુઓ રાજકીય વહીવટકર્તાઓ પાસે આવા ધગલખી નિર્ણયો કરાવી અધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યુ છે.

ચલણી નોટોના માધ્યમથી કોરોના વાયરસ ફેલાય રહ્યો હોવાની વાતોને બળ આપી કેટલાક સરકારી બાબુઓ રાજકારણીઓના અજ્ઞાનપણાનો લાભ લઇને આશ્ચર્યજનક  નિર્ણયો કરાવી રહ્યા છે. આના પરિણામે નાના અને મધ્યમ વર્ગના લોકો નવરા પડી જાય તો તેને ફાયદો થાય તેવા પ્રયત્નો છે? તેવી ચર્ચા થઇ રહી છે.

(11:43 am IST)