Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરતમાં એસટી બસને લઇને કર્મચારી અને સ્થાનિક વચ્ચે સતત વધતું ઘર્ષણ

એસટી વિભાગ સામે વ્હાલા દવલાની નીતિ અપનાવવાનો આરોપ

 

સુરત : લોકડાઉનને પગલે છતે કામ ઘણાં શ્રમિકો બેરોજગાર થઈ ગયા છે. ત્યારે લોકોને પોતાના વતન જવાની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી એસટી બસને લઇને કર્મચારી અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. સાત તારીખનું જે લોકોનુ બુકીંગ અને પરવાનગી મળી ગઇ હોય એવા લોકોને બસની ફાળવણી કરવામાં આવી નથી રહી અને જે લોકોએ બાદમા પરવાનગી મેળવી હોય તેવા કેટલાક લોકોને બસ તાત્કાલિક સોપવામા આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

   એસટી વિભાગ વ્હાલા દવલાની નીતી અપનાવતા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ત્યારે કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પપન તોગડિયા વ્યવસ્થા જોવા માટે એસટી બસ ડેપો ખાતે પહોંચ્યા હતા. અહી લોકોની લાંબી કતારો જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વિવિધ જિલ્લામાથી કુલ 1 હજાર જેટલી એસટી બસ બોલાવવામા આવી છે. આજના દિવસે સાતમી અને આઠમી તારીખનુ બુકીંગ કરાવનાર તમામને એસટી બસ આપી દેવામા આવે તેવી ગોઠવણ કરવામા આવી છે. વિપક્ષ નેતાએ એસ.ટી.બસની ફાળવણી મુદ્દે તંત્ર સામે ગેરીરીતેના આરોપ મુક્યા હતા.

 

(11:09 pm IST)