Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હીરામાં જીએસટીના કારણે પડતરમાં વધારો: હીરાના ઉદ્યોગમાં મોટો ઝટકો લાગ્યો: એકમો થયા બંધ

સુરત: શહેરમાં રફના જોબવર્ક પર પાંચ ટકા જીએસટીને કારણે તેની પડતરમાં વધારો થાય છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉદ્યોગકારો સ્પર્ધા કરી શકતા નથી. હીરાઉદ્યોગમાં મંદીને કારણે એકમો બંધ નથી થયા, પણ જોબવર્ક પર પાંચ ટકા હોવાથી તેની અસર થઈ છે એમ જીએસટી એડવાઇઝરી કમિટીના મેમ્બર ઓમપ્રકાશ મિતલ સમક્ષ હીરાઉદ્યોગકારોએ આજે રજૂઆત કરી હતી.

ગૌરવ શેઠીએ હીરાઉદ્યોગને કનડતા જીએસટીના પ્રશ્ને રજૂઆત કરતા જણાવ્યું કે, રફ અને પોલીશ્ડ પર ૦.૨૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવી છે, જ્યારે જોબવર્ક પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. હીરાઉદ્યોગ લેબર ઓરિએન્ટેડ ઉદ્યોગ છે અને ૮૦થી ૯૦ ટકા એક્સપોર્ટ કરવામાં આવે છે. હવે પાંચ ટકા જીએસટી લાગુ થતી હોવાથી તેની પડતરમાં વધારો થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી અઘરી બને છે. 

(5:38 pm IST)