Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઊંઝાના ટુંડાવમાં મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ :18 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

ડે ,સીએમ નીતિનભાઈ પટેલ, ચંદુભાઈ રાવળ ,જશુભાઈ રાવળ ,પ્રહલાદભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ: સમાજના આગેવાનો-મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની પ્રેરક હાજરી :કન્યાને દાતાના સહયોગથી ઘરઉપયોગી ચીજવસ્તુઓનો કરિયાવર

રાજકોટ :ઊંઝાના ડુંડાવમાં મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાયો હતો જેમાં 18 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

  દવાખાના મેદાન,ગોપાલનગરની સામે યોજાયેલ સમૂહલગ્નમાં ડે ,સીએમ,નીતિનભાઈ પટેલ ,મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટના રાજ્યના પ્રમુખ ચંદુભાઈ રાવળ ,મહામંત્રી જશુભાઈ રાવળ ,અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ,ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ,ડો,આશાબેન પટેલ,ભરતજી ઠાકોર,ભૂદેવ અગ્રણી યજ્ઞેશભાઇ દવે,ધારાસભ્યં રમણભાઈ પટેલ,ડે ,કલેકટર ડો, લક્ષ્મીબેન વાણીયા,જિલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂત,ટુન્ડાવના સરપંચ હંસાબેન પટેલ,મિહિરભાઈ બ્રહ્મભટ્ટ,ડો,હિતેશ રાવળ ,તારાબેન રાવલ,નીરુબેન રાવલ અને બાર કાઉન્સિલના મેંમેંબર કિશોરભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

 સમૂહલગ્નમાં રાવદેવ સમાજના રાજ્યભરના આગેવાનો ,સંસ્થાના હોદેદ્દારો અને સામાજિક અગ્રણીઓની પ્રોત્સાહક હાજરીમાં યોજાયેલ સમૂહલગ્નમાં જોડાયેલ કન્યાઓને દાતાઓના સહયોગથી વિવિધ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી

  રવિવારે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત બાદ આજે સોમવારે સ્વરે જાન આગમન થયું હતું સવારે હસ્તમેળાપ  થયો હતો જેમાં શાસ્ત્રીજી કૌશિકભાઈ મહેતાએ વિધિવિધાનથી નવદંપતીઓને સપ્તપદીના મંગળફેરા લેવડાવ્યા હતા

  આ સમુહલગ્ન પ્રસંગે પૂ,હીરાબા રાવળ ,પૂ,રમેશભાઈ મહારાજ,પૂ,આત્મારામ મહારાજ,પૂ,કમલેશ રામ મહારાજ,રાયચંદદાસ મહારાજ,અને પૂ, બાબુલાલ મહારાજે નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા

 

(12:21 pm IST)