Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મીતાણા નજીકના વાલાસણ રોડ પરથી કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :કારચાલક ફરાર

ટંકારા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મીતાણા નજીકના વાલાસણ રોડ પરથી કારમા સંતાડી  રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જોકે આરોપી ઘટના સ્થળેથી ફરાર થયી ગયેલ જેને પકડી પાડવા ટંકારા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે….

ટંકારા પોલીસની ટીમના મીતાણા વાલાસણ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન વીટારા બ્રેઝા કાર નં. Gj 36 AF 5321 શંકાસ્પદ હાલતમા જણાતા તેને રોકતા કારચાલક કાર મુકી નાસી ગયો હતો.

જે બાદ પોલીસે કારની તલાશી લેતા કારમાંથી બીયર નંગ ૯૦ કીમત ૯૦૦૦ ઉપરાંત ૨૮૦ બોટલ વિદેશી દારૂ કીમત ૮૪૦૦૦ અને ૧૧ નંગ વ્હીસ્કી બોટલ કીમત રૂ ૩૩૦૦ મળી આવતા પોલીસે ચાર લાખની કાર અને દારૂ-બીયર સહિત કુલ ૪,૯૬,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે કાર ચાલક નાસી ગયો હોય જેને ઝડપી લેવા તપાસ આદરી છે

(8:39 pm IST)