Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

'' વિકાસ નથી કરવા દેતા'' : વાહિયાત શબ્દોના નામે ભાજપના ઉપવાસઃ હાર્દિકે કમાલનું નાટક ગણાવ્યું

અમદાવાદઃ તા.૧૨, ભાજપ દ્વારા દેશભરમાં સંસદની કાર્યવાહી ભેરવવાના  વિરોધમાં અને લોકશાહીબચાવવા હેતુસર ઉપવાસકરવામાં આવી રહ્યા છે ત્યારેદેશની સાથે ગુજરાત ભાજપ દ્વારા પણ ઉપવાસ કરવામાં આવીરહ્યા છે. ત્યારે એક તરફ તો આઉપવાસ ઉપહાસ બન્યાની વિગતો સામે આવી છે તેવા સમયેપાટીદાર અનામત આંદોલનનાનેતા હાર્દિક પટેલે ભાજપની ઉપવાસની હાંસી ઉડાવી તેને કમાલનું નાટક ગણાવી ભાજપસરકારની વિકાસની વાતોને પોલ ગણાવી હતી. દેશભરમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપ દ્વારા સંસદનીકાર્યવાહી ખોરવવાના વિરોધ  અને લોકશાહી બચાવોના હેતુસરઉપવાસ કર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતાહાર્દિક પટેલે મોદી સરકાર પરકટાક્ષ કરતાં વ્યંગબાણ છોડતાંંઆ ઉપવાસને ઉપવાસનીરાજનીતિ ગણાવ્યા હતા. હાર્દિકે  ટ્વીટમાંજણાવ્યું છે કે, સત્તામાં બેઠેલા  ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, ચારવર્ષ સુધી વિકાસ ના કરી શક્યાઅને જનતા વિશ્વાસ પર ખરાનથી ઉતર્યા એટલે હવે વિકાસનથી કરવા દેતા એવા વાહિયાતશબ્દના નામે ઉપવાસ પર બેઠાછે. તમારા સાંસદે એના ક્ષેત્રમાંકેટલો વિકાસ કર્યો તે જાણવું પણજરૂરી છે.

આ ઉપરાંત હાર્દિકપટેલે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતુ છે કે સતામાં બેઠેલા  લોકો જ લોકશાહી બચાવોનોનારો લગાવી ઉપવાસ કરી  રહ્યા છે. કમાલનું નાટક ચાલીરહ્યું છેે. જો તમે સત્તામાં હોયઅને લોકશાહી પર ખતરો હોયતો પછી સત્તા જ છોડી છે તે . તમને લોકોને સત્તામાંબેસવાનો કોઈ અધિકાર જ નથી.

 હાર્દિક કટાક્ષ કરતાં ટ્વીટ કરી છે કે ભાજપવાળાઓને એપણ ખબર નથી કે તેઓવિપક્ષમાં નથી તેઓ તો સત્તામા બેઠા છે. આમ એક તરફ ઠંડકમાટે કુલરની વ્યવસ્થા કરીઉપવાસ પર બેસનાર ભાજપાઉપહાસને પાત્ર બની છે હાર્દિકે પણ  ભાજપની બરાબરની હાંસી ઉડાવી છે.

(3:59 pm IST)