Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

કુંડીઆંબા ગામની સીમમાં લાકડા કાપતા દંપતી પૈકી પત્ની ઝાડ પરથી પડતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામની સીમમાં લાકડા કાપવા ગયેલા દંપતી માંથી પત્ની ઝાડ પરથી પડી જતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કાંતીભાઇ વિઠ્ઠલભાઇ વસાવાની ખબર મુજબ નિલેશભાઇ કાંતિભાઇ વસાવા અને તેમના પત્ની પ્રીતીબેન (ઉ.વ ૨૫ ) ( રહે , કુંડીઆંબા આશ્રમ ફળિયુ તા. દેડીયાપાડા )લાકડા કાપવા માટે ગયેલા ત્યારે પતિ નિલેશભાઇ સુકા લાકડા વીણતા હતા અને પત્ની  પ્રીતી ઝાડ ઉપર ચઢી સુકા લાકડા પાડતા હતા તે વખતે ઝાડ ઉપરથી અચાનક પ્રીતીબેન પડી જતા તેમને માથાના ભાગે ઇજા થતા પતિ પત્નિ ખેતરેથી ઘરે પરત આવતા રહેલા અને પ્રીતીબેન ને સારૂ લાગતા દવાખાને ગયેલ નહીં તે બાદ પ્રીતીબેન ને અચાનક ચક્કર આવી જતા ઘરમા જમીન ઉપર પડતી વખતે સીમેન્ટ ની થાંભલી માથામાં લાગી જતા ઘરમાં પડી ગયેલા અને ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ આવી પ્રીતીબેનને પ્રથમ સારવાર દેડીયાપાડા સરકારી દવાખાનામા તથા રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરેલ જ્યા સારવાર દરમ્યાન તેમનું મોત થતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:24 pm IST)