Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સાબરકાંઠામાં યુએફઓ દેખાયો હોવાના ફોટા વાયરલ

રહસ્યમય પ્રકાશ કેમેરામાં ક્લિક થયો : રાત્રિના સમયે તસવીરમાં ધરતી પર ધૂવાડા અને ઉપર યુએફઓ કેદ થયું હોવાની વાયકા ચોમેર ફેલાઈ રહી છે

સાબરાકાંઠ,તા.૧૨ :સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોથી લઈને હૉલિવૂડના ફિલ્મ ડાયરેક્ટરો જેની પાછળ હાથ ધોઈને પડ્યા છે તે યુએફઓ એટલે કે ઉડતી રકાબી ગુજરાતના સાબરકાંઠામાં દેખાયું હોવાની વાતે ચકચાર જગાવી છે. આ યુએફઓ જેવા આકારનો રહસ્યમય પ્રકાશ કેમેરામાં ક્લિક થઈ જતા આશ્ચર્યનો પાર નથી રહ્યો. આ તસવીરોએ ચર્ચા જગાવી છે. ઘટના ઈડરના ગામની છે જ્યાં એક સ્થાનિકના મોબાઇલમાં કેદ થયેલી તસવીરોમાં શંકાસ્પદ પ્રકાશ દેખાયો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડમાં પાંચ દિવસ એટલે સોમવારની રાત્રીએ ઘર બહાર ત્રણ ભાઈઓએ ઉભા હતા. તે દરમિયાન નવીન મોબાઈલમાં કેમેરાનુ રિઝલ્ટ કેવું આવે છે તેનુ ચેકિંગ કરતા હતા અને ફોટો ક્લીક કર્યા ત્યારબાદ મોબાઈલ થી ફોટો પાડ્યો તો રિઝલ્ટ બરાબરના આવ્યું તો બીજો મોબાઈલથી ફોટા પાડ્યા અને ફોટા જોતા ત્રણ પૈકી બે ફોટામાં ઝાડ પાસે આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ તો બીજી તરફ એક સાથે જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ હતી આ ત્રણ ફોટા પૈકી બે ફોટામાં દેખાયું હતું.

      જેને લઈને ત્રણેય ભાઈઓને લાગ્યું કે કદાચ કોઈએ ડ્રોન ઉદાડયું હશે પણ તે તપાસના પરિણામમાં એ પણ વાતને સમર્થન ના મળ્યું પછી આ વાત ગામમાં પ્રસરી હતી. રાત્રિના સમયે તસવીરમાં ધરતી પર ધૂવાડા અને ઉપર યુએફઓ કેદ થયું હોવાની વાયકા ચોમેર ફેલાઈ રહી છે. જોકે, આ ઘટનાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટી થઈ નથી પરંતુ હાલમાં તો આ આકૃતિઓએ કુતૂહલ જગાવ્યું છે. જોકે, આશ્ચર્ય પમાડતી આ ઘટનાને તસવીરમાં કેદ કરનારા યુવકે કહ્યું કે તેને આ ઘટના તસવીરો ક્લિક કર્યા પછી જોવા મળી છે અને નરી આંખે કઈ જોવા મળ્યું નહોતું. યુવકના મતે તેમણે ફોનમાં બે તસવીરો ક્લિક કરી તેમાં આ રહસ્યમય પ્રકાશે ચર્ચા જગાવી છે. યુએફઓ એટલે બ્રિટાનિકા નામના એનસાયક્લોપેડિયા મુજબ અનઆઇડેન્ટિફાઇડ ઑબ્જેક્ટ એટલે કે ઉડતી રકાબી. એક વાયકા મુજબ આ ઉડતી રકાબીમાં પરગ્રહ વાસીઓ પ્રવાસ કરતા હોવાની કિવદંતીઓ છે. જોકે, આજ દિન સુધી તેની કોઈ ખરાઈ થઈ નથી. હૉલિવૂડમાં આ વિષય પર અસંખ્ય ફિલ્મો બની છે ત્યારે ફરી એક વાર ઉડતી રકાબી દેખાઈ હોવાની ચર્ચાએ જોર પક઼ડ્યું છે.

(9:40 pm IST)