Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

કડી પંથકમાં નર્મદા કેનાલ પર અજાણ્યા શખ્સોદ્વારા ગેરકાયદે વૃક્ષ છેદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી

મહેસાણા  કડી પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા કેટલાક સમયથી અજાણ્યો શખસો વૃક્ષ છેદનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવા અંગે નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ સમક્ષ પર્યાવરણ પ્રમીઓએ રજુઆત કરી પગલાં ભરવા માંગ કરી છે. જ્યારે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કડી શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દિગડી અને મોયણ ગામના બોર્ડ વચ્ચે અજાણ્યા શખસો બેરોકટોક વૃક્ષો કાપવાની પ્રવૃતિ આચરી રહ્યા છે. જેના લીધે આ વિસ્તારના પર્યાવરણ પ્રમેઓમાં રોષની લાગણી ફેલાઇ છે. અંગે રાજેન્દ્ર કુમાર આચાર્યએ સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય અધિકારીને લેખિત જાણ કરી વૃક્ષોછેદન કરી રહેલા તત્વો સામે પગલા ભરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નર્મદા કેનાલની જમણી બાજુ દિગડી અને મોયણ ગામના બોર્ડ વચ્ચે વૃક્ષોછેદનની કામગીરી થઇ રહી છે. વૃક્ષો કાપી તેનું લાકડું સગેવગે કરવામાં આવી રહ્યું છે. એક તરફ વનવિભાગ દ્વારા લાખો રૃપિયાના ખર્ચે વૃક્ષારોપણ અને જતન કરવાના અભિયાન ચલાવાય છે. ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ વૃક્ષછેદનની પ્રવૃતિ બેરોકટોક થઇ રહી હોવાથી પર્યાવરણ વાદીઓમાં નારાજગી ફેલાઇ છે. મામલે કડી નર્મદા કેનાલના ઇજનેરો વૃક્ષછેદન તેમની હદમાં આવતું હોવાનું કરી પોતાના હાથ અધ્ધર કર્યા હતા. 

(5:17 pm IST)