Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

એકસ્ટ્રા રેન્જની પ્રોડક્ટ્સ માટે માઇલેજ કા રાજા કેમ્પેન કરાઈ

ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ ઓફર કરવાની કટિબધ્ધતાઃ કંપની દ્વારા ઘણા પ્રકારની નવી સર્વિસ શરૃ કરવામાં આવી

અમદાવાદ,તા. ૧૨: ઇરાલીયન પિયાજીયો ગ્રુપની પેટાકંપની અને નાના કોમર્શિયલ વ્હિકલ્સની અગ્રણી ઉત્પાદક કંપની પિયાજિયો વ્હિકલ્સ પ્રા. લિમીટેડે (પીવીપીએલ) તેની એપ એક્સ્ટ્રા પ્રોડક્ટસ રેન્જ એટલે કે એપ એકસ્ટ્રા એલડીએક્સ, એપ એકસ્ટ્રા એલડીએક્સ પ્લસ અને એપ એકસ્ટ્રા ડીએક્સ માટે માઇલેજ કા રાજા કેમ્પેન ચાલુ કર્યું છે. પિયાજિયો ૩ ફ્યૂઅલ વેરિયાંટ - ડીઝલ, સીએનજી અને એલપીજીના મિશ્રણ સાથે એપ એકસ્ટ્રા હેઠળ ૩ડબલ્યુએચ કાર્ગો પ્રોડક્ટ્સ ધરાવે છે તેમજ લોડીંગની વિવિધ જરૃરિયાતો માટે અનુકૂળ ૩ અલગ અલગ ડેક લંબાઇ જેમ કે ૬ ફૂટ, ૫.૫ ફૂટ અને ૫ ફૂટની લંબાઇઓ ધરાવે છે. માઇલેજ કા રાજા કેમ્પેન (ઝૂંબેશ)ના પ્રારંભ સાથે, પિયાજિયોએ તેની એપ એકસ્ટ્રા પ્રોડક્સ્ટ માટે અનેક પ્રકારની નવી સર્વિસીઝ શરૃ કરી છે. તેમાં રૃ. ૧૫,૦૦૦ એક્સચેંજ બોનસ/મફત ઇન્સ્યોરન્સ, અગત્યના ફાઇનાન્સિયર્સ પાસેથી ૯૫ ટકા ફંડીંગ અને ઉદ્યોગમાં સૌપ્રથમ વખત સુપર વોરંટી પ્રોગ્રામનો સમાવેશ થાય છે. ઉદ્યોગમાં સૌપ્રથમ સુપર વોરંટી પ્રોગ્રામ હેઠળ જે ગ્રાહકો એપ એકસ્ટ્રા ડીઝલ પ્રોડક્ટની ખરીદી કરે છે તેમને ૪૨ મહિના સુધી વોરંટી મળશે. સ્પર્ધા ઉપરાંત વધારાના માઇલેજ પર એપ એકસ્ટ્રા ઊંચા માઇલેજને કારણે રૃ. ૩૦,૦૦૦ સુધીની બચત ઓફર કરે છે. પિયાજિયોની એપ એકસ્ટ્રા પ્રોડક્ટ રેન્જ પાવર, પિક-અપ, માઇલેજ અને નિભાવની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પર્ફોમન્સ પૂરું પાડે છે. આ પ્રોડક્ટ્સનો બહોળા પ્રમાણમાં શહેરની અંદર માલની હેરફેર માટે ઉપયોગ થાય છે. માઇલેજ કા રાજા પિયાજિયો દ્વારા વ્યૂહાત્મક પહેલ છે જેથી ગ્રાહકો સાથેનો સંબંધ મજબૂત બનાવી શકાય અને લાસ્ટ માઇલ ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટ્સમાં વિશિષ્ટ ઉકેલો પૂરા પાડીને પોતાની પ્રતિબદ્ધ વેગ આપી શકાય. આ કેમ્પેનમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેમાં કસ્ટમર મીટ, ગ્રાહકો માટે મફત સર્વિસ ચેક અપ કેમ્પ્સનો સમાવેશ થાય છે. આ કેમ્પેનની જાહેરાત કરતા પિયાજિયો વ્હિકલ્સ પ્રા. લિમીટેડના સિનીયર વીપી શ્રી મિલીંદ કપૂરે જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ ઓફર કરવાનું સતત રાખવું તે અમારો પ્રયત્ન છે. પ્રવર્તમાન પડકારજનક સંજોગોમાં કે જ્યાં ડીઝલના ભાવ ભારે અસ્થિર છે ત્યારે અમારી ગ્રાહક લક્ષી કેમ્પેન તેમને અન્ય ૩ વ્હીલર કાર્ગોની તુલનામાં રૃ. ૩૦,૦૦૦ સુધીની બચત કરવામાં મદદરૃપ થશે. અમારા એપ એકસ્ટ્રા ગ્રાહકો માટે ઓપરેટિંગ ખર્ચ નીચો લાવશે અને તેમની કમાઇ શકવાની ક્ષતામાં વધારો કરશે. માઇલેજ કા રાજા કેમ્પેન નાના કોમર્શિયલ વ્હિકલ ઉદ્યોગમાં પિયાજિયોની હાજરીને વધુ એકત્રિત અને મજબૂત બનાવશે. ૩ વ્હીલર કાર્ગોની બહોળી રેન્જમાં એપ એકસ્ટ્રા એલડીએક્સના ૬ ફૂટ સીએનજી અને એલપીજી વેરિયાંટ્સનો સમાવેશ થાય છે જે વધુ સારા પેલોડ કેરીયીંગ કેપેસિટી સાથે સૌપ્રથમ વખત ઓફર કરવામાં આવી રહી છે તેમજ તે શ્રેષ્ઠ માઇલેજ આપે છે અને તેથી અતુલનીય કમાણી ક્ષમતા પણ બક્ષે છે.

(9:48 pm IST)