Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આણંદના ગણેશ ફાટક નજીક પુરપાટ ઝડપે જતી કાર ડિવાઈડર સાથે અથડાતા બેને ગંભીર ઇજા

આણંદ:શહેરના અમુલ ડેરી રોડ ફાટક પાસે આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક વેગનઆર કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી જેમાં સવાર પોલીસ જવાન સહિત બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા બન્નેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

 

 

(5:29 pm IST)