Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આણંદની અદાલતમાં ચેક રિટર્નના કેસમાં દંપતીને 1 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:શહેરની અદાલતે સારસાના દંપતીને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સારસા ગામે રહેતા લાલજીભાઈ અમરતભાઈ ઠાકોર અને ભાવનાબેન લાલજીભાઈ ઠાકોરે ગામમાં જ રહેતા અને ખેતીકામ તેમજ ઘરકામ કરીને જીવન ગુજરાન ચલાવતા પ્રતીબેન સુનીલભાઈ પટેલ પાસેથી સામાજિક કામે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે નાણાં નક્કી કરેલી તારીખે ચુકવી ના આપતા પ્રીતીબેને ઉઘરાણી કરી હતી જેથી તેમણે એક લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ખાતામાં ભરતાં અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જે અંગે પ્રીતીબેને કાનૂની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો. 

(5:27 pm IST)