Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ઇડર તાલુકામા યુવતીનું અપહરણ કરી ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારનાર નરાધમને અદાલતે 7 વર્ષની સજાની સુનવણી કરી

ઈડર:તાલુકાના જોડકંપા ગામની યુવતીનું ૭ વર્ષ અગાઉ અપહરણ કરી ભિલોડાના લીલછા ગામની સીમમાં બળાત્કાર ગુજારનાર ખલવાડ ગામના બે આરોપીઓને  કોર્ટે ૭ વર્ષની કેદ સહિત દંડની સજા ફટકારી હતી.મોડાસા ખાતેની ડ્રીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આ ચકચારી ગુનાના બંને યુવક આરોપીઓને જુદીજુદી કલમો હેઠળ કેદની સજા અને દંડ બંને ની સજાનો હુકમ કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જોડકંપા ગામની યુવતી તા.૧૭/૭/૨૦૧૨ ના રોજ ભિલોડા બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ ઉભી હતી.રાત્રીના આશરે ૩.૩૦ કલાકે આ યુવતીને એકલી સ્ટેન્ડ ઉપર ઉભેલી જોઈ ખલવાડ ગામના બે હવસખોર યુવકો સુભાષ અસારી અને અશોક કટારા મોટર સાઈકલ લઈ આ યુવતી પાસે આવી પહોંચ્યા હતા.

 

(5:26 pm IST)