Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અરવલ્લી જિલ્લામાં યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ જોવા મળ્યું: પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

મોડાસા:પબજી ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે.જેને લઈ અભ્યાસ ઉપર અસર પડે છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પબજી ગેમ રમવા ઉપર અરવલ્લી જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પબજી ગેમથી બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર પડે છે.આ ગેમથી બાળકોની આંખને પણ નુકશાન પહોંચે છે.તેમજ યુવાઓના વ્યવહાર,વર્તન,વાણી અને વિકાસ પર પડે છે.

અરવલ્લી જિલ્લામાં સલામતી અને સુરક્ષા ને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પબજી ગેમ રમવા પર આર.જે.વલવી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી દ્વારા પબજી ગેમ રમવા ઉપર જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

(5:26 pm IST)