Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સુરતના પુણા વિસ્તારમાં 6 વેપારી પાસેથી 11.54 લાખની સાડીની ખરીદી કરી જોબ વર્કરે બારોબાર વેચી ફરાર થઇ જતા ફરિયાદ

સુરત: શહેરના પૂણા રોડનો લેસપટ્ટી અને ડાયમંડનું જોબ વર્ક કરતો વેપારી ૬ સાડી વેપારી પાસેથી રૂ.૧૧.૫૪ લાખની સાડી અને ઓઢણી જોબ વર્ક કરવા લઈ જઈ બારોબાર વેચી ફરાર થઈ ગયો હતો. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાનપુરા ટીમલિયાવાડ જીવન ભારતી સ્કૂલ નજીક કદમપલ્લી સોસાયટી ઘર નં.૩૧ માં રહેતા આશિષભાઈ દીપીનચંદ્ર શાહ રીંગરોડ મહાવીર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં બેલા ટેક્ષ્ટાઈલના નામે સાડીનો વેપાર કરે છે. ગત ફેબ્આરી માસમાં આશિષભાઈએ તેમના પરિચિત જગદીશભાઈ દેવરાજભાઈ જંજાળીયા (રહે. ૬૨, સરિતા સોસાયટી, કારગીલ ચોક, પુણા રોડ, સુરત) ને રૂ.૧,૩૨,૭૯૦ ની કિંમતની ૪૦૭ નંગ સાડી જોબવર્ક માટે આપી હતી.

 

(5:25 pm IST)