Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સુરતમાં મહિલા ડોક્ટરને ધમકાવી રૂપિયા પડાવવાની કોશિશ કરવાના ગુનાહમાં પોલીસે ત્રણની ધરપકડ કરી

સુરત:શહેરની હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડૉકટરને ધમકાવીને રૃપિયા પડાવવાની કોશિશ કરવાના ગુનામાં એડવોકેટ અને હ્યુમન રાઇટ એકટીવીસ્ટ કે.ડી.સેલડીયા અને તેના બે મિત્રો મળીને પોલીસે ત્રણની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલના હેલ્થ સેન્ટરમાં ફરજ બજવતા મહિલા ડૉકટરને એડવોકેટ અને ે હ્યુમન રાઇટ એકટીવીસ્ટ તરીકે ઓળખ આપીને કે.ડી.સેલડીયા (રહે.લલીતાપાર્ક સો.આંબા તલાવડી કતારગામ)એ ડૉકટરને ધમકીભર્યા સ્વરમાં જણાવ્યુ હતુ કે, તમે પ્રાઇવેટ પ્રેકટીસ કરો છો, તો તમારે મને પાંચ લાખ રૃપિયા આપવા પડશે.

 

(5:24 pm IST)