Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સુરત:સોનાના દાગીનામાં હોલમાર્કિંગમાં 2 સ્લેબનો ઉમેરો કરવામાં આવતા જોબવર્કમાં મુશ્કેલી

સુરત: શહેરના વીસ અને ચોવીસ કેરેટના સોનાના દાગીનાને હોલમાર્કિંગની મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. અગાઉ હોલમાર્કિંગના ત્રણ સ્લેબ (14, 18 અને 22 ) હતા. જેમાં ઉમેરો કરવા જ્વેલર્સ આલમ અને ફેડરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ગત ફેબ્રુઆરી માસમાં કોમર્સ મિનિસ્ટ્રી સાથે જ્વેલર્સ ફેડરેશનની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં જ્વેલર્સ આલમને જોબવર્કમા પડતી મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)માં અત્યાર સુધી ત્રણ કેરેટ (14,18 અને 22)ને માન્યતા આપવામાં આવી હતી એમ જ્વેલર્સ નૈનેશ પચ્ચીગરે વાતચીતમાં જણાવ્યું હતું. પરપ્રાંતમાંથી ગુજરાતમાં આવતા સોનાના દાગીનાના જોબવર્કમાં 20 અને 24 કેરેટ દાગીનાનું પ્રમાણ સારૂ એવું હોવાથી આ બે કેરેટનો સમાવેશ કરવાની માગ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. આગામી તારીખ 1લી એપ્રિલ 2019થી ગોલ્ડ જ્વેલરી સર્ટિફિકેટ હવે દરેક સ્લેબ માટે મેળવી શકાશે.

 

(5:23 pm IST)