Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વડોદરામાં 2199 હથિયાર લાયસન્સ ધારકોમાંથી 205 હથિયાર જમા થયા હોવાની માહિતી

વડોદરા: શહેરમાં ૨૧૯૯ હથિયાર લાયસન્સ ધારકો છે જેમાંથી ૫૭ હથિયારો જમા થયા છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૬૯૬ હથિયાર લાયસન્સ ધારકો છે જેમાંથી ૧૪૮ જમા થયા છે. આમ, વડોદરા જિલ્લામાં ૨૮૯૫ હથિયારો-ધારકોમાંથી ૨૦૫ હથિયાર તા.૧૨ માર્ચ સુધીમાં જમા થયા છે.

વડોદરામાં લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય અને મતદારો નિર્ભયપણે સુરક્ષિત વાતાવરણમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશ્નર કચેરી પાસેથી કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આચાર સંહિતાના અમલ દરમિયાન શહેરમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ એમ કુલ ૨૦ ફ્લાઇંગ સ્કવોડ કાર્યરત છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે  તે માટે જિલ્લામાં ૧૪૫ લાખ કિંમતના દારૃનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેની સાથે રોકડ પણ સીઝ કરાઇ છે.

(5:22 pm IST)