Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વડોદરામાં રેલવે સ્ટેશન પર કર્મચારીની ઓળખ આપી ગઠિયો મહિલાનું પર્સ તફડાવી રફુચક્કર

વડોદરા: શહેરમાં ટ્રેનમાં રેલવે કર્મચારીની ઓળખ આપ્યા બાદ ગઠિયો મહિલાનું પર્સ આંચકી ફરાર થઇ ગયો હતો.

રતલામના મુળ રહીશ પરંતુ હાલ અમદાવાદમાં વિજય ક્રોસિંગ રોડ પાસે વિજય એપાર્ટમેન્ટમાં રહેતા અંજલી અનીલભાઇ જૈન ગઇ કાલે સાંજે ઓખા-નાથદ્વારા ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી મુસાફરી કરતા હતાં. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પર આવી ત્યારે ટ્રેનમાં સાથેની સીટ પર પ્રવાસીના સ્વાંગમાં બેસેલો ગઠિયો અંજલી જૈનનું કાળા રંગનું પર્સ છીનવી ફરાર થઇ ગયો હતો. આ પર્સમાં રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતની મત્તા હતી.

ઉલ્લેખનિય છે કે ટ્રેનમાં પ્રવાસ દરમિયાન અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ડીઆરએમ કચેરીમાં પોતે ફરજ બજાવતો હોવાની આપી હતી જો કે વડોદરા રેલવે સ્ટેશન આવતાં જ મહિલાનું પર્સ આંચકી ગઠિયો ફરાર થઇ ગયો હતો.

(5:22 pm IST)