Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વડોદરામાં પરિણીતાએ જોડિયા બાળકને જન્મ આપતા ત્રાસ ગુજારનાર સાસરિયાને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: પરિણીતાને બે જોડિયા  પુત્રીઓનો જન્મ થતા ત્રાસ ગુજારનાર પતિને કોર્ટે કસુરવાર ઠેરવીને એક વર્ષની સજા કરી છે. આ અંગેની વિગત એવી છે કે રમીઝ શબ્બીર અલી સૈયદ  (રહે. મધુરમ સોસાયટી, તાંદલજા)ની પત્નીએ બે જોડિયા છોકરીઓને જન્મ આપતા ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતુ. ફોન પર  વોટ્સ એપ પર આરોપી પતિ દ્વારા સતત પત્નીને ગાળો આપી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પતિના ત્રાસથી કંટાળીને  પરિણીતાએ ૧૭-૪-૨૦૧૭ના  રોજ પિયરમાં ઘેનની ગોળીઓ લઈ લીધી હતી. પરિણીતાએ પતિ વિરૃધ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતાં સરકારી વકીલ તરૃણ દેસાઈની રજૂઆતો ધ્યાને લઈ મેજીસ્ટ્રેટ જે.ડી.પંડયાએ પતિને ૧ વર્ષની કેદ અને ૨૫ હજાર રૃપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

(5:21 pm IST)