Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અમદાવાદના પાલડીમાં નોકરી માટે આપેલ દસ્તાવેજો પરત કરવા સંચાલકે 50 હજારની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ: શહેરના પાલડીમાં આવેલી એનજીઓમાં નોકરી માટે આપેલા અસલ દસ્તાવેજો પરત મેળવવા યુવક પાસે સંચાલકે ૫૦ હજાર માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એનજીઓનાં સંચાલકે આ રીતે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાની શંકાને આધારે પાલડી પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલડીમાં રહેતા અને ટયુશન ક્લાસીસ ચલાવતા નિલાભકુમાર યુ.મિશ્રા(૪૪)એ પાલડીમાં રાજનગર કોમ્પ્લેક્ષ સ્થિત સ્પ્રાટ નામની એનજીઓમાં ૨૦૧૭માં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તે સિલેક્ટ થયો હતો.

એનજીઓનાં સંચાલક હસન જોહરે દસ્તાવેજો જમા કરાવવા જણાવતા મિશ્રાએ પોતાનો અસલ પાસપોર્ટ, આધારકાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જમા કરાવ્યા હતા. મિશ્રાને મહિને ૨૫ હજાર પગાર આપવાનું નક્કી થયું હતું. જોકે અઠવાડીયા બાદ તેની તબિયત બગડતા છ મહિના સુધી તે નોકરી ગયો ન હતો અને સંસ્થામાં મેડિકલ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું.

(5:18 pm IST)