Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વાતાવરણમાં પલટોઃ કયાંક છાંટાછુટીના વાવડ

રાજકોટ,તા.૧૩: આજે વહેલી સવારથી રાજયના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થઇ શકે છે. જયારે સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

રાજયમાં અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે માવઠાની પણ ભીતિ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે.

જો માવઠું થાય જીરૃં, ઘઉં, લસણ, કેરી, મકાઈ, વરિયાળી સહિતના પાકોને નુકશાન થઇ શકે છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જોકે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં પણ રાજયમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી હતી. નોર્થ અને ઇસ્ટમાંથી ગરમ પવન ફૂંકાવવાની આગાહી કરાઇ હતી. જયારે આ વખતે તાપમાન દર વર્ષ કરતાં ઓછું રહેવાની  શકયતા છે.

(4:09 pm IST)