Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ધો.૧થી ૯ અને ૧૧ની પરીક્ષા વહેલી લેવાશેઃ વેકેશન લાંબુ

ચૂંટણીના કારણે ૧પ એપ્રિલ આસપાસ પરીક્ષા કાર્ય આટોપી લેવાની તૈયારીઃ ૬૦ લાખથી વિદ્યાર્થીઓને અસર

રાજકોટઃ તા.૧૩, ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચુંટણી યોજાવાની જાહેરાત થતા પ્રાથમીક અને માધ્યમીક કક્ષાની પરીક્ષાઓ વહેલી લેવાની સરકારે તૈયારી કરી છે. ૧૫ એપ્રિલ આસપાસ શાળા કક્ષાની પરીક્ષાઓ આટોપી લેવાનું આયોજન થઇ રહયું છે. પરીક્ષાનો સતાવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર થશે.

 દર વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચના બીજા અઠવાડીયામાં લેવાતી હોય છે. તે અત્યારે ચાલુ છે. ધો-૧ થી ૮ અને ૯ તથા ૧૧ની ગુજરાત સરકારની પરીક્ષાઓ સામાન્ય રીતે ૧૦ થી ૨૫ એપ્રિલ વચ્ચે લેવાતી હોય છે. આ વખતે ૨૩ એપ્રિલે લોકસભાનું મતદાન હોવાથી તેને અનુલક્ષીને ૮ થી ૧૨ દિવસ જેટલો સમય પરીક્ષા વહેલી લેવાય તેવો નિર્દેશ શિક્ષણખાતાના વર્તુળો આપી રહયા છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પુરી થયા બાદ તુરત રજા પડી જશે. વધુ વેકેશનનો લાભ મળશે.  પ્રાથમીક કક્ષાએ ૫૩ લાખ જેટલા તથા ધો ૯ અને ૧૧માં ૧૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

(3:41 pm IST)